વૉટ્સઍપ, ટ્વિટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ વગેરેનો બહિષ્કાર કેમ નહીં..?

Ml Fayyaz Patel
0
   ઈઝરાયેલની ઉત્પાદિત વસ્તુઓ ના બહિષ્કાર પર અમુક લોકો એક વાંધો ઉઠાવે છે કે આપણે જે સોશિયલ મીડિયા નો ઉપયોગ કરીએ છીએ, દા.ત. વૉટ્સઍપ, ટ્વિટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ વગેરે તે પણ તો તેઓની ઉત્પાદિત વસ્તુઓ છે. તો તેનો બહિષ્કાર કેમ નહીં..?
વિશ્લેષણ :-
   યાદ રહે કે સોશિયલ મીડિયા આજના સમયમાં વૈચારિક હથિયાર સમાન છે. અને હથિયારનો બહિષ્કાર નહીં, બલ્કે તેમના જ વિરુદ્ધ ઉપયોગમાં લેવાનું હોય છે ભલેને તેમનું હોય.
   આજે સોશિયલ મીડિયા ના માધ્યમથી જગત ભરમાં ન માત્ર ઈસ્લામી તાલીમનો ખૂબ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. બલ્કે આના દ્વારા ઈસ્લામનો ડિફેન્સ પણ ખૂબ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે.
   બીજી અગત્યની વાત આ છે કે ઈઝરાયેલની ઉત્પાદિત વસ્તુઓ નો ઉપયોગ આ કોઈ હલાલ - હરામ કે પછી જાઈઝ - નાજાઈઝ નો મસ્અલહ નથી. બલ્કે આ તો ફલસ્તીનના મુસલમાન ભાઈઓ પર થતા અત્યાચાર પર હમદર્દી અને ઈમાનની ગેરત સાથે સંબંધ ધરાવે છે. તેથી આમાં અન્યને પ્રોત્સાહિત તો કરી શકાય છે પણ જબરદસ્તી કરવામાં ન આવે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)