ઉંધું (છાતી નીચે અને પીઠ ઉપર રાખીને) સુવા વિષે

Ml Fayyaz Patel
0
   લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે જે વ્યક્તિ ઉંધું સુવે છે તેનાથી શયતાન પોતાની ખ્વાહિશ પૂરી કરે છે.
શુદ્ધિકરણ :-
   ઉપરોક્ત વાત બેબુનિયાદ છે. પરંતુ શરઈ દ્રષ્ટિએ ઉંધું સુવાની મનાઈ છે. હદીષમાં આ વિષે આવે છે કે :
☜ عَنْ عَمْرو بن الشَّرِيدِ أَنَّهُ سَمِعَهُ يُخْبِرُهُ عَنِ النَّبِيِّ ﷺ أَنَّهُ كَانَ إِذَا وَجَدَ الرَّجُلَ رَاقِدًا عَلَى وَجْهِهِ لَيْسَ عَلَى عَجُزِهِ شَيْءٌ رَكَضَهُ بِرِجْلِهِ وَقَالَ: «هِيَ أَبْغَضُ الرِّقْدَةِ إِلَى اللهِ عَزَّ وَجَلَّ». (مسند احمد : ۱۹۴۵۸)
તર્જુમો :- રસુલુલ્લાહ ﷺ જ્યારે કોઈ વ્યક્તિને ઉંધું સૂતેલા જોતા અને તેણે (વધારાની) કોઈ વસ્તુ ઓઢેલી ન હોય તો તેને પોતાના પગ મુબારકથી હલાવતા અને ફરમાવતા કે આ રીતે સુવું અલ્લાહ તઆલા ના નજદીક સૌથી વધારે ના પસંદ છે.
☜ عَنْ أَبِي ذَرٍّ قَالَ: مَرَّ بِيَ النَّبِيُّ ﷺ وَأَنَا مُضْطَجِعٌ عَلَى بَطْنِي، فَرَكَضَنِي بِرِجْلِهِ وَقَالَ: «يَا جُنَيْدِبُ، إِنَّمَا هَذِهِ ضِجْعَةُ أَهْلِ النَّارِ». (ابن ماجہ : ۳۷۲۴)
તર્જુમો :- હઝરત અબૂ ઝર ગિફારીؓ બયાન કરે છે કે રસુલુલ્લાહ ﷺ મારી પાસેથી પસાર થયા અને હું ઉંધો સૂતો હતો, તો મને પગ મુબારકથી હલાવ્યો અને ફરમાવ્યું કે હે જુન્દુબ આ તો દોજખી લોકોનો સુવાનો તરીકો છે.
❍ ઉંધું સુવાની મનાઈની હિકમતો.
૧) ઉંધું સુવું શર્મ અને હયાના વિરુદ્ધ છે.
૨) ઉંધું સુવામાં ઉંઘ ઘણી જ બેકાબૂ થઈ જતી હોય છે જેમાં પાછળના ભાગની અયોગ્ય કેફિયત જાહેર થાય છે.
૩) ઉંધું સુવું બદન અને તેના અવયવો માટે નુકસાનકારક છે, કેમ કે બદનનો આખો નિઝામ ઉંધો થઈ જાય છે.
નોંધ :- જો કોઈ શરઈ મજબૂરી હોય ઉંધું સુવામાં તો જરૂરત પ્રમાણે સુવામાં વાંધો નથી.
[ઈસ્લાહે અગ્લાટ : સિ.નં. ૪૭૦]
------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)