જો હું તમને કહું કે આજે મેં એક હાથી જોયો. તો સ્વભાવિક છે કે દરેકના મગજમાં તે હાથી આવશે જે તેણે જોયો છે. મારો જોયેલો હાથી તો નહીં જ આવે.
એવી જ રીતે જ્યારે આપણે સાંભળીએ છીએ કે ફલાણા વ્યક્તિએ બીજી, ત્રીજી અથવા ચોથી શાદી કરી છે. તો આપણા પૈકી કોઈ તેના ઈરાદા અને મકસદથી તો વાકેફ નથી હોતા. પરંતુ આપણે પોતાના ઈરાદા અને મકસદના માધ્યમથી આ અંદાજો લગાવીએ છીએ કે તેણે બે ત્રણ શાદીઓ કેમ કરી હશે.
આજના આ દુરાચારી, ભ્રષ્ટ અને અનીતિમાન માહોલે આપણી માનસિકતા પર એવો અસર છોડ્યો છે કે દરેક વ્યક્તિ શાદીનું નામ સાંભળતા જ તેના મનમાં સૌપ્રથમ વિચાર કામવાસના અને જાતીય સંબંધનો આવે છે. જ્યારે કે શાદીના ઘણા મકસદ હોય છે જેમ કે બેવાને સહારો આપવો, તેની એકલતા દૂર કરવી તથા અન્ય કારણો જેમ કે સામાજિક, રાજનૈતિક, આર્થિક, અથવા ધાર્મિક મકસદના હેઠળ કરવી વગેરે.
પવિત્ર જાત પયગંબર મુહમ્મદ ﷺ સાહેબે જે ૧૧ નિકાહ કર્યા હતા તે પણ આ જ બધા મકસદ અને ઈરાદે કર્યા હતા. અને બીજું કે તેઓ તે સમયે એક નવા સમાજનું નિર્માણ પણ કરી રહ્યા હતાં જેમાં જરૂરી હતું કે તેઓ બેવાઓ સાથે શાદી કરી પોતાની ભૂમિકા દ્વારા લોકોને આ સંદેશ પહોંચાડે કે સ્ત્રીઓ બાળકીના રૂપમાં હોય, કે પછી છોકરીના રૂપમાં, પત્નીના રૂપમાં હોય કે પછી બેવાના રૂપમાં દરેક પ્રકારની સ્ત્રીનો આદર અને સન્માન સુરક્ષાને પાત્ર હોવાની સાથે તે પણ સમાજનો એક અત્યંત મહત્વનો હિસ્સો છે. કેમ કે આ પહેલા તેણીને સમાજમાં ખૂબ જ તુચ્છ અને ધિક્કારની દૃષ્ટિએ જોવામાં આવતી હતી. આ જ કારણ હતું કે તે સમયના હુઝૂર ﷺ ના સૌથી મોટા દુશ્મન મક્કાના બિન મુસ્લિમોએ પણ કોઈ દિવસ આ વધુ શાદીઓ પર વાંધો નથી ઉઠાવ્યો. જ્યારે કે તેઓ હમેશા દરેક બાબતમાં મોકાની તલાશમાં રહેતા હતા.
પરંતુ લાનત છે આજની ગંદી માનસિકતા પર કે આટલી પવિત્ર હસ્તીને પણ પોતાની ગંદી માનસિકતા ના ત્રાજવામાં તોલીને કેવી રીતે નિશાન બનાવવામાં આવે છે. આવી માનસિકતા પર તો માત્ર માતમ અને શોક જ મનાવી શકાય છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59