આજકાલ સોશિયલ મીડિયા પર બોઈલર મરઘી ખાવા બાબત મૌખિક અને લેખિતમાં ઘણી વાતો સાંભળવા મળે છે કે તેમાં ભૂંડ તથા હરામ અને નાપાક વસ્તુઓ મિલાવવામાં તથા ખવડાવવામાં આવે છે તેથી બોઈલર મરઘી ખાવી જાઈઝ નથી.
શુદ્ધિકરણ :
સૌપ્રથમ આ વાત જાણી લેવી જોઈએ કે મરઘીઓ માં ભૂંડની મિલાવટ કરવી અથવા હરામ અને નાપાક વસ્તુઓ ખવડાવવી જાઈઝ નથી. પરંતુ એવી મરઘી જેને હરામ ખોરાક ખવડાવવામાં આવી હોય અને તેમાં હરામ તેમજ નાપાકની દુર્ગંધ ન આવતી હોય તો તેને ખાવામાં શરઈ દ્રષ્ટિએ કોઈ વાંધો નથી.
તદુપરાંત જે મરઘીઓ ને ઉપરોક્ત વર્ણવેલ ખોરાક આપવામાં આવે છે જેનાથી તે મોટી થાય છે તેવી મરઘીઓ ને પણ ખાવી જાઈઝ છે. કેમ કે ખોરાક પેટમાં ગયા બાદ પચી જાય છે, બાકી રહેતો નથી.
અમુક લોકો કહે છે કે મરઘી અને ભૂંડના માસમાં કોઈ તફાવત નથી. યાદ રહે કે મરઘી એ ભૂંડથી અલગ પ્રકારનું પ્રાણી છે. તેથી મરઘી ઉપર હુકમ પણ મરઘીની હેસિયતથી લગાવવામાં આવશે. ભલેને તેની પ્રક્રિયામાં ગેર શરઈ વસ્તુઓ નો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોય.
તેથી શરઈ તરીકે ઝબહ કરેલ બોઈલર મરઘી ખાવામાં કોઈ વાંધો નથી. અને માત્ર લોકોના અનુમાનના આધારે કોઈ હલાલ વસ્તુ હરામ નથી થતી.
[ઑનલાઇન ફતાવા દા.ઉ. દેવબંદ & જામીઆ બિન્નોરિયા]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59