બધી જ નમાઝોની રકાતોમાં સૂરએ ફાતિહા પછી કોઈ સૂરત મીલાવવી વાજીબ કે જરૂરી નથી, બલ્કે અમુક નમાઝોની રકાતોમાં સૂરએ ફાતિહા પછી સૂરત મીલાવવાનો હૂકમ નથી જેની વિગત નીચે પ્રમાણે છે.
વિશ્લેષણ :-
ઝોહર, અસર અને ઈંશાની છેલ્લી બે રકાત અને મગરીબની છેલ્લી એક રકાતમાં સૂરએ ફાતિહા પછી સૂરત મીલાવવી વાજીબ અને જરૂરી નથી.
➤ નોંધ :- ઉપરોક્ત જણાવ્યા મુજબ રકાતોમાં સૂરએ ફાતિહા પછી કોઈ સૂરત મીલાવવી વાજીબ નથી, તે છતાંય જો કોઈ વ્યક્તિ કોઈ સૂરત મીલાવી લેશે તો પણ તેની નમાઝ સજ્દએ સહવ વગર દુરુસ્ત થઈ જશે.
ઉપરોક્ત વર્ણવેલ રકાતો સિવાય દરેક નમાઝની રકાતોમાં સૂરએ ફાતિહા પછી સૂરત મીલાવવી વાજીબ અને જરૂરી છે.
✰ ઉપરોક્ત હૂકમ દરેક માટે છે, ચાહે ઈમામ હોય કે એકલો પઢનાર, પુરુષ હોય કે સ્ત્રી, અલબત્ત મુક્તદી ( ઈમામ સાહબ પાછળ નમાઝ પઢનાર ) સૂરએ ફાતિહા અને કોઈ સૂરત નહીં પઢે.
✰ કોઈ સૂરત મીલાવવાનો મતલબ આખા કુર્આનમાં થી કોઈ પણ સૂરત, અથવા ત્રણ નાની આયતો, અથવા એક મોટી આયત જે ત્રણ નાની આયતો જેટલી હોય મીલાવવામાં આવે.
✰ ઉલમાએ ત્રણ નાની આયતની ગણતરી ૩૦ હૂરૂફ બયાન કરી છે.
✰ ત્રણ નાની આયતો અથવા એક મોટી આયત પઢવી આ વાજીબની ઓછામાં ઓછી સંખ્યા છે, તેનાથી ઓછું પઢવામાં નમાઝ દુરુસ્ત નહીં થાય.
તે માટે નમાઝ પઢતી વખતે ઉપરોક્ત વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
[ઈસ્લાહે અગ્લાટ : સિ.નં. ૧૪૪]
---------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59