શું ઈસ્લામ માત્ર ૧૪૦૦ વર્ષ જૂનો દીન (ધર્મ) છે..?

Ml Fayyaz Patel
0
   ઘણા લોકો એવું સમજે છે કે ઈસ્લામ માત્ર ૧૪૦૦ વર્ષ જૂનો ધર્મ છે. એટલે કે ઈસ્લામની સ્થાપના આજથી લગભગ ૧૪૦૦ વર્ષ પહેલા થઈ હતી.
શુદ્ધિકરણ :-
   દીન (ધર્મ) ની સૈદ્ધાંતિક તાલીમ અને તેના મૂળભૂત અકાઈદ હઝરત આદમؑ થી લઈ પયગંબર મુહમ્મદ ﷺ સુધી સમાન રહ્યા છે. હાં..! ગૌણ ઉપદેશોમાં તફાવત રહ્યો છે.
   આની વિગત આ છે કે ઈસ્લામની જે બુનિયાદી તાલીમ છે એકેશ્વરવાદ, પયગંબરી અને આખિરત વગેરે આ બધી મૂળભૂત વાતો માનવજાત ના વસવાટ સાથે જ હઝરત આદમؑ દ્વારા રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ઘણા નબીઓ આવ્યા તે તમામની તાલીમ પણ આ જ હતી. છેલ્લે હઝરત મુહમ્મદ ﷺ નબી તરીકે પધાર્યા અને એમની પણ મૂળભૂત તાલીમ તે જ હતી જે હઝરત આદમؑ દ્વારા રજૂ કરવામાં આવી હતી.
   આ હિસાબે અલ્લાહ તઆલા નો દીન પૃથ્વી પર માનવજાતના વસવાટ સાથે જ હઝરત આદમؑ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ આ મૂળભૂત તાલીમને ઈસ્લામ નામ સાથે પયગંબર મુહમ્મદ ﷺ ના યુગથી પરિચય આપવામાં આવ્યો. એટલે કે ઈસ્લામની જે મૂળભૂત તાલીમ છે તે ૧૪૦૦ વર્ષ જૂની નહીં બલ્કે માનવજાતના વસવાટ થી છે. હાં..! તેને જે નામ આપવામાં આવ્યું (ઈસ્લામ) તે ૧૪૦૦ વર્ષ જૂનું છે.
   સારાંશ કે મૂળભૂત તાલીમ અને નામકરણ ની આ ગેર સમજના કારણે અમુક લોકો એવું સમજી બેઠા છે કે ઈસ્લામી તાલીમની સ્થાપના માત્ર ૧૪૦૦ વર્ષ પહેલા થઈ છે. જ્યારે કે ઉપરોક્ત માહિતી દ્વારા સ્પષ્ટ થાય છે કે માત્ર નામ નો તફાવત છે બાકી અલ્લાહ તઆલા ના દીન હોવા પ્રત્યે તે માનવજાત ના વસવાટ થી છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)