શાદી અને ખુશીના અવસર પર નાળિયેર ફોડવા વિષે

Ml Fayyaz Patel
0
   આપણા સમાજમાં ચાલતા અનેક ગેર ઈસ્લામી રીવાજો પૈકી આ એક રીવાજ ખૂબ જ જોવા મળે છે કે જ્યારે ખુશી અથવા શાદીનો અવસર હોય છે ત્યારે ખુશીને જાહેર કરવા માટે એક નાળિયેર ફોડવામાં આવે છે. તો આપણે એક મુસલમાન હોવાને લીધે આ અમલ પ્રત્યે ઈસ્લામી દ્રષ્ટિકોણ જાણી લેવો જોઈએ કે આ રીતે કરવું દુરસ્ત છે કે નહીં..?
શુદ્ધિકરણ :-
   ખુશી તેમજ શાદીના અવસર પર નાળિયેર ફોડવાની ઈસ્લામ માં કોઈ હકીકત નથી, બલ્કે આ હિન્દુ સમાજ ની અનેક માન્યતાઓ પૈકી એક માન્યતા છે.
   હિન્દુ ધર્મમાં નારિયેળનું વિશેષ સ્થાન છે, નારિયેળ વિના તેઓની કોઈપણ પૂજા અને ધાર્મિક વિધિ પૂર્ણ થઈ શકતી નથી, આમ નાળિયેર ફોડિને દેવી-દેવતાને પ્રસન્ન કરવામાં આવે છે. પ્રાચીન સમયમાં દેવી-દેવતાને પ્રસન્ન કરવા માટે પશુની બલિ ચઢાવવામાં આવતી હતી, આ પરંપરાને રોક લગાવવા માટે નાળીયેરને ફોડવાની પરંપરા ચાલુ થઈ કે તેને ફોડીને તેના જળથી દેવી-દેવતાને પ્રસન્ન કરવામાં આવવા લાગ્યા, જેથી જીવ હત્યા રોકવામાં આવે. નાળિયેરને શ્રીફળ પણ કહેવાય છે, એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ જયારે પૃથ્વિ ઉપર અવતાર ધારણ કર્યો ત્યારે તે પોતાની સાથે લક્ષ્મી, નાળીયેરનું વૃક્ષ અને કામધેનું લઈને આવ્યા હતા.
   સારાંશ કે હિન્દુઓ ની સાથે રહન સહન ના લીધે આ હિન્દુ રીવાજો મુસલમાનો માં પણ પ્રસરી ગયા, અને દેખા દેખી તેઓએ પણ નાળિયેર ફોડવાની માન્યતા ને પોતાની શાદીઓ અને શુભ પ્રસંગોનો હિસ્સો બનાવી લીધો, જ્યારે કે ઈસ્લામની પોતાની એક તાલીમ અને સંસ્કૃતિ છે, અને ઈસ્લામ માં અન્ય ધર્મની સંસ્કૃતિ ઓ ને અનુસરવાની મનાઈ છે.
   તે માટે આ ગેર ઈસ્લામી ગુનાહને પાત્ર રીવાજ ને ખતમ કરવો જોઈએ અને આનાથી ફરજિયાત બચવું જોઈએ.
[ઑનલાઈન ફતાવા દા.ઉ. દેવબંદ & ફતાવા દીનીય્યહ્ : ૧ / ૧૬૮]
----------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)