ઘણા લોકોને જોવામાં આવે છે કે તેઓ જ્યારે મસ્જિદમાં જમાતની રાહ જોઈ સફોમાં બેઠેલા હોય છે ત્યારે પોતાના બન્ને હાથોની આંગળીઓ એકબીજા માં દાખલ કરી બેસતા હોય છે. આ વિષે હદીષમાં મનાઈ આવી જેની વિગત નીચે મુજબ છે.
શુદ્ધિકરણ :-
મસ્જિદમાં પોતાના એક હાથની આંગળીઓ બીજા હાથની આંગળીઓ માં દાખલ કરવી મકરૂહે તહરીમી (હરામના નજદીક કૃત્ય) છે. જ્યારે કે આ સિવાય અન્ય જગ્યાએ આ રીતનું કરવું મકરૂહે તન્ઝિહી (નાપસંદ) છે. હદીષમાં આ વિષે મનાઈ કરવામાં આવી છે જે નીચે મુજબ છે.
રસુલુલ્લાહ ﷺ ફરમાવે છે કે જ્યારે તમારા પૈકી કોઈ વ્યક્તિ વુઝૂ કરે, તો સારી રીતે વુઝૂ કરે. અને પછી મસ્જિદ જવાના ઈરાદે નિકળે તો તેણે ક્યારેય પોતાના હાથની આંગળીઓને બીજા હાથની આંગળીઓ દાખલ કરવી જોઈએ નહીં. કારણ કે તે નમાઝ માં હોય છે. [અબૂ દાઉદ : ૫૬૨]
દરઅસલ નમાઝ ની રાહ જોનાર તથા નમાઝ માટે જનાર ભલે જાહેર રીતે નમાઝ માં નથી હોતો પરંતુ નબી ﷺ ના ફરમાન મુજબ વાસ્તવમાં તે સમયે તેનું નમાઝ માં હોવું જ સમજવામાં આવે છે.
” ما فى در المختار مع الشامية “ : [وفرقة الأصابع] وتشبيكها ولو منتظرا لصلوة أو ماشيا إليها للنهي. {كتاب الصلوة ؛ باب : ما يفسد الصلوة وما يكره فيها}
તે માટે મસ્જિદમાં હાથની આંગળીઓ એકબીજા માં દાખલ કરવાથી બચવું જોઈએ.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59