અમુક લોકો એવું સમજે છે કે જનાઝાની નમાઝની તકબીરો પાંચ વખતની નમાઝની તકબીરો ની જેમ માત્ર પહેલી તકબીર કહેવી જરૂરી છે, અને બીજી ત્રણ તકબીરો જરૂરી નથી. માત્ર ઈમામના કહેવા પર કાફી સમજે છે.
શુદ્ધિકરણ :-
જનાઝાની નમાઝની દરેક તકબીરો કહેવી દરેક માટે ચાહે ઈમામ હોય કે મુક્તદી ફર્ઝ અને જરૂરી છે. ચારેય તકબીરો પૈકી કોઈ પણ એક તકબીર જે વ્યક્તિ જુબાન વડે કહેવાનું છોડી દેશે તો તે વ્યક્તિની નમાઝ અદા થઈ લેખાશે નહીં.
📖 الدر المختار :
[وَرُكْنُهَا] شَيْئَانِ [التَّكْبِيرَاتُ] الْأَرْبَعُ، فَالْأُولَى رُكْنٌ أَيْضًا لَا شَرْطٌ، فَلِذَا لَمْ يَجُزْ بِنَاءُ أُخْرَى عَلَيْهَا، [وَالْقِيَامُ] فَلَمْ تَجُزْ قَاعِدًا بِلَا عُذْرٍ.
❍ જનાઝાની નમાઝના બે ફર્ઝો છે.
➊ ચારેય તકબીરો.
➋ ઉભા રહીને નમાઝ પઢવી. ( કોઈ શરઈ કારણ વગર બેસીને નમાઝ પઢવી જાઈઝ નથી.)
તે માટે જનાઝાની નમાઝની ચારેય તકબીરો દરેકે પઢવી જરૂરી છે, આ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે.
[મુસ્તફાદ : ઈસ્લાહે અગ્લાટ : સિ.નં. ૧૩૪]
-------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59