કુર્આનના હિસાબે પૃથ્વી ચપટી (સપાટ) છે કે ગોળ...?

Ml Fayyaz Patel
0
   ઘણા લોકો એવું સમજે છે કે કુર્આનમાં ધરતીનું ચપટી એટલે કે સપાટ હોવું બતાવવામાં આવ્યું છે. અને બીજા અમુક લોકો કુર્આનથી જ ગોળ હોવું સાબિત કરે છે.
શુદ્ધિકરણ :-
   સૌપ્રથમ આ વાત સમજી લેવી જોઈએ કે કુર્આન શરીફમાં કોઈ પણ જગ્યાએ સ્પષ્ટ શબ્દોમાં આ વર્ણન છે જ નથી કે જમીન ગોળ છે કે ચપટી..? કે જેના લીધે બન્નેમાં થી કોઈ એક હોવા પર કુર્આન પર વાંધો ઉઠાવવામા આવે.
   કેમ કે કુર્આન આ બધા વિષય માટે છે જ નથી. બલ્કે કુર્આન તો દિલની શુદ્ધિ, તેમજ અકાઈદ અને અમલ ની સુધારણા માટે ઉતારવામાં આવ્યું છે.
   જ્યાં સુધી વાત છે જમીન નું ગોળ અથવા ચપટી હોવું તો આ વાત કુર્આનમાં વર્ણવેલ એક આયત જેમાં અલ્લાહ તઆલા પોતાના ઉપકારો વર્ણવતા ઉલ્લેખ કરે છે કે :
وَاِلَی الۡاَرۡضِ کَیۡفَ سُطِحَتۡ
[સૂરહ ગાશિયહ્ : ૨૦]
અનુવાદ :- શું તેઓ મનન નથી કરતા કે અમે જમીનને કેવી રીતે બીછાવી છે..?
   આ આયતના સંદર્ભમાં અમુક લોકોનું કહેવું છે કે ઉપરોક્ત આયત દર્શાવે છે કે જમીન ચપટી છે, કેમ કે ગોળાકાર વસ્તુને બીછાવી નથી શકાતી. પરંતુ ઈમામ રાઝી (મૃત્યુ ૧૨૫૦ ઈ.સ.) ફરમાવે છે કે જમીન તો ગોળ જ છે પરંતુ જમીન ઘણી મોટી હોવાને લીધે તેના દરેક ટૂકડા ચપટી દેખાય છે, આ કારણે કુર્આન માં “ બીછાવી ” શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
قوله : سطحت : قال الامام الرازي : ثبت بدليل أن الأرض كرة ولا ينافي ذالك قوله تعالي، و ذالك لأن الكرة إذا كان في غاية الكبر كان كل قطعة منها مشابه السطح و ذكر بعضهم الإجماع علي كرويتها، قولہ: لا كرة : قال الرازي : هو ضعيف ، لأن الكرة إذا كانت في غاية العظمة تكون كل قطعة منها كاالسطح۔ [حاشية جلالين : 2 / 878]
   સારાંશ કે કુર્આને ન તો જમીનનું સ્પષ્ટ ગોળ હોવાનું વર્ણન કર્યું છે, અને ન ચપટી હોવાનું. અને આ વિષયમાં કુર્આનની જે આયતને ચર્ચાનો વિષય બનાવી અર્થઘટન કરીને જમીનના ચપટી હોવાનું સાબિત કરવામાં આવે છે તે જમીનના ગોળ હોવાના વિરુદ્ધ પણ નથી કે કુર્આન અને ઈસ્લામી તાલીમ પર વાંધો ઉઠાવવામાં આવે.
[ઑનલાઇન ફતાવા બિન્નોરિયા]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)