ઘણી બાબતોમાં ઈસ્લામ સંબંધિત મુંઝવણો અને અણસમજણ એટલા માટે પણ ઊભી થતી હોય છે કે આપણે જે બાબત મુંઝવણ અનુભવીએ છીએ અથવા અણસમજણ ના ભોગ બન્યા હોય છે તે બાબતનું આપણને પૂરતું જ્ઞાન અને જાણકારી નથી હોતી.
દા.ત. અમુક લોકોનું માનવું છે દુનિયામાં ખુદાનું કોઈ અસ્તિત્વ નથી. અને તેઓની દલીલ આ હોય છે કે જો ખુદા હોત તો દુનિયામાં જે આ બધું ખોટું થાય છે તે ન થાત. પરંતુ દુનિયામાં દરેક સમયે કંઈને કંઈ ખોટું થતું જ રહે છે. ખબર પડી કે ખુદા જ નથી, નહીંતર તે જરૂર આ બધું જે ખોટું થાય છે તેને જરૂર રોકતા.
ખુદા બાબત આ એક બિન તાર્કિક સવાલ છે. કેમ કે આ ઈસ્લામે દુનિયા બનાવવા બાબત જે ખયાલ (concept) રજૂ કર્યો છે તેનું જ્ઞાન ન હોવાને લીધે થાય છે. દરઅસલ આ દુનિયા કસોટીના સિદ્ધાંત પર બનાવવામાં આવી છે. એટલે કે કસોટી માટે બનાવવામાં આવી છે. અને જીવનમાં કઠીન પરિસ્થિતિઓ વગર કસોટી શક્ય નથી. હવે દુનિયામાં કંઈક ખોટું થાય અને ખુદા તાત્કાલિક તેને રોકી દે તો પછી આમાં કસોટી ક્યાં રહેશે..? યાદ રહે કે કસોટી એક વિશાળ રૂપ ધરાવતો શબ્દ છે. જે માત્ર કઠીન પરિસ્થિતિ તથા મુસિબતો સુધી સિમીત નથી.
સારાંશ કે જ્યારે દુનિયાનો સિદ્ધાંત જ કસોટી હોય તો પછી ખુદા બાબત આ સવાલ જ બિન તાર્કિક બની જાય છે કે ખુદા આ બધું રોકતો કેમ નથી..? જેમ કે એક શિક્ષક પરિક્ષામાં વિદ્યાર્થીની તાત્કાલિક તે જ સમયે જવાબ બતાવવાના રૂપમાં મદદ કરી આપે તો પછી કોઈ આને કસોટી નથી સમજતું અથવા મદદ ન કરે તો તે શિક્ષકના શિક્ષક હોવાનું નથી નકારવામાં આવતું.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59