ઉલમા દીનના ઠેકેદાર નથી, બલ્કે પહેરેદાર છે

Ml Fayyaz Patel
0
   આજકાલ આ વાત લોકોમાં ખૂબ જ જોવા મળે છે કે જ્યારે કોઈ એવો વ્યક્તિ જેની પાસે કુર્આન અને હદીષનું પુરતું જ્ઞાન ન હોવા છતાં માત્ર કુર્આન અને હદીષના તર્જુમા દ્વારા કુર્આન અને હદીષની તફસીર કરવા બેસી જાય છે અને બિલકુલ ગલત તફસીર અને ભાવાર્થ બયાન કરી દીનનો સહીહ મફહૂમ બદલી નાખે છે, ત્યારે ઉલમા તરફથી તેના ઉપર તેમજ તેની વાતો પર પ્રતિબંધ લગાવવામાં આવે છે તો તેઓ અથવા તેઓથી પ્રભાવિત લોકો તરત જ કહેવા લાગે છે કે શું દીન બયાન કરવાનો હક માત્ર ઉલમાનો જ છે..? શું તેઓ જ દીનના ઠેકેદાર છે..?
શુદ્ધિકરણ :-
   તો આ વાત સારી રીતે જાણી લેવી જોઈએ કે ઉલમા દીનના ઠેકેદાર નથી, બલ્કે પહેરેદાર જરૂર છે. લગભગ આજે દુનિયાના દરેક મેદાનમાં તેઓની જ વાતો માનવામાં આવતી હોય છે જેઓ તે મેદાનના માહેર અને કુશળ તેમજ તે મેદાનનું પુરતું જ્ઞાન રાખતા હોય છે. દા.ત. એક મેદાન મેડિકલ પણ છે જેમાં દરેક લોકો ડૉક્ટર બનીને ઈલાજ નહીં કરતા હોય, બલ્કે તે જ લોકો ઈલાજ કરતા હોય છે જેમણે આ વિષયમાં ડીગ્રી મેળવી હોય, જો ડીગ્રી વગરનો કોઈ વ્યક્તિ ઈલાજ કરવા બેસી જાય તો લોકો તેને પાગલ સમજે છે અને કોઈ પણ તેની પાસે પોતાનો ઈલાજ નથી કરતા.
   તો પછી દીનના મામલામાં એવા વ્યક્તિ પર યકીન કેમ કરવામાં આવે જેને દીનનું પુરતું જ્ઞાન ન હોય..? અને લોકોને દીનનો ગલત મફહૂમ બયાન કરી ગુમરાહ કરતો હોય..? આજે આપણે દીનના મામલામાં આટલા બધા બેવકૂફ કેમ બની ગયા છે..?
   આ વાત ખૂબ જ યાદ રાખવામાં આવે કે ઉલમા દીનના ઠેકેદાર નથી, બલ્કે દીનના પહેરેદાર જરૂર છે, તેઓ દીનની હિફાઝત કરતા હોય છે કેમ કે ઉલમાએ દીનની પૂરેપૂરી પીએચડી કરેલી હોય છે, તેઓ પોતાના ગજાની વાત નથી કરતા હોતા, પોતાના જ્ઞાન મુજબ કુર્આન અને હદીષની રોશનીમાં દીનમાં ડાકો મારનારથી હિફાઝત કરતા હોય છે.
   તે માટે દીનના મામલામાં ઉલમા ની વાતો પર યકીન રાખવામાં આવે, ઈમામ ગૂગલ તેમજ અલ્લામા યુટ્યુબ અને દીનના નામ પર દુકાનો ચલાવનાર લોકોથી સાવચેત અને સાવધાન રહેવું જોઈએ.
[ગુલુ ફીદ્'દીન : ૩૦૦]
--------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)