લોકોમાં આ કિસ્સો પણ ખૂબ જ પ્રચલિત છે કે રસુલુલ્લાહ ﷺ જ્યારે મેઅરાજ માટે ગયા તો આપ ﷺ એ અલ્લાહ તઆલાના વખાણ અને પ્રશંસા બયાન કરતાં કહ્યું કે :
اَلتَّحِیَّاتُ لِلّٰهِ وَالصَّلَوَاتُ وَالطَّیِّبَاتُ
જવાબમાં અલ્લાહ તઆલા એ ફરમાવ્યું કે :
اَلسَّلَامُ عَلَیْكَ اَیُّهَا النَّبِیُّ وَرَحْمَةُ اللّٰهِ وَبَرَکَاتُهٗ
રસુલુલ્લાહ ﷺ એ પોતાની ઉમ્મતને પણ શામેલ કરતાં ફરમાવ્યું કે :
اَلسَّلَامُ عَلَیْنَا وَعَلٰی عِبَادِ اللّٰهِ الصَّالِحِیْن
આ દ્રશ્ય જોઈ હઝરત જીબ્રઈલؑ પણ બોલી ઉઠ્યા કે :
أَشْهَدُ أنْ لاَ إِلٰهَ إِلَّا اللّٰهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهٗ وَرَسُوۡلَهٗ
આ વસ્તુ અલ્લાહ તઆલાને એટલી પસંદ આવી કે તેને નમાઝના કાયદામાં પઢવાનું કહી દીધું.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત વાત ફિક્હ (મસાઈલ) ની અમુક કિતાબોમાં વર્ણવેલ મળે છે. પરંતુ ત્યાં આ વાતની કોઈ જ સનદ વર્ણવેલી નથી, તેમજ બીજી કોઈ પણ હદીષની ભરોસાપાત્ર કિતાબોમાં ઘણી તલાશ પછી પણ આ હદીષ તેમજ તેની સનદ વર્ણવેલ મળતી નથી.
જેમ કે અલ્લામા અનવર શાહ કશ્મીરી રહ. આ કિસ્સા બાબત લખે છે કે અમુક હનફી ઉલમાં આ કિસ્સો બયાન કરે છે પરંતુ મને આ કિસ્સાની કોઈ સનદ ન મળી.
” وذكر بعض الأحناف : قال رسول الله ﷺ في ليلة الإسراء : «التحيات لله» إلخ، قال الله تعالى : السلام عليك أيها النبي إلخ، قال رسول الله ﷺ : «السلام علينا وعلى عباد الله» إلخ، “
ولكني لم أجد سند هذه الرواية، وذكره في «الروض الأنف». (باب ما جاء في التشهد) [العرف الشذی شرح سنن الترمذی]
નોંધ :- આ વાત યાદ રહે કે ભલે આ હદીષ ફિક્હની કિતાબોમાં મૌજુદ છે, પરંતુ તેની સનદ ન હોવાને કારણે આ હવાલો પૂરતો અને કાફી નથી.
તે માટે જ્યાં સુધી સહીહ સનદ સાથે ઉપરોક્ત કિસ્સો ન મળે ત્યાં સુધી તેને બયાન કરવામાં સાવચેતી રાખવી જોઈએ.
[ગેર મોઅ્તબર રીવાયાત કા ફન્ની જાઈઝહ્ : ૨ / ૩૭૩]
------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59