લોકોમાં આ પણ ખૂબ પ્રચલિત છે કે લીલો (Green) રંગ ઈસ્લામી રંગ છે.
શુદ્ધિકરણ :-
ઈસ્લામમાં ન કોઈ ખાસ રંગ નક્કી છે, અને ન કોઈ ખાસ ઝંડો નક્કી છે. બલ્કે સમયાનુસાર જે પણ રંગ કે કપડું મળે તેને ઉપયોગ કરી લેવું જોઈએ.
રસુલુલ્લાહ ﷺ ના યુગમાં પણ ઝંડાનો ઉલ્લેખ તો મળે છે, અને સાથે વિવિધ રંગોના ઉપયોગ નો પણ ઉલ્લેખ મળે છે કે કોઈ દિવસ કાળો, તો કોઈ દિવસ સફેદ, તો કોઈ દિવસ પીળો, તો કોઈ દિવસ લાલ. પરંતુ કોઈ પણ એક રંગ કે ઝંડાનો સતત ઉપયોગ રસુલુલ્લાહ ﷺ થી સાબિત નથી.
તેથી ઝંડામાં ગમે તે રંગનો ઉપયોગ કરવામાં કોઈ વાંધો નથી. પરંતુ કોઈ એવો ઝંડો ઉપયોગ ન કરવામાં આવે જે બિન મુસ્લિમ લોકોની સમાનતા ને પાત્ર હોય. એવી જ રીતે ચાંદ કે તારો આ પણ કોઈ ઈસ્લામી પ્રતીક નથી. હાં કોઈ ઈસ્લામી રાષ્ટ્ર કે સંસ્થા આ રીતનું કોઈ ખાસ પ્રતીક જાહેર કરે છે તો તે પ્રતીક તે રાષ્ટ્રનું કે સંસ્થાનું જરૂર કહેવાશે, પરંતુ ઈસ્લામી નહીં કહેવાય.
તે માટે લીલા રંગને ઈસ્લામી રંગ કહેવો અથવા લીલા રંગના ઝંડાને ઈસ્લામી ઝંડો કહેવો દુરસ્ત નથી.
----------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59