ઘણા લોકો પોતાની ગાડીઓ માં તેજ હૉર્ન બેસાડતા હોય છે, અથવા બિનજરૂરી તેને વારંવાર વગાડતા રહે છે. જેનાથી આસપાસ ના લોકોને ઘણી તકલીફ પહોંચતી હોય છે.
શુદ્ધિકરણ :-
શરઈ દ્રષ્ટિએ દરેક માણસને પોતાની મિલકતમાં ઈચ્છા મુજબ વપરાશનો પૂરેપૂરો અધિકાર છે, પરંતુ તે એવી રીતે વપરાશ કરી શકતો નથી કે જે બીજાને નુકસાન પહોંચાડવા ને પાત્ર હોય.
તે માટે શરઈ દ્રષ્ટિએ તેના માટે મનાઈ છે કે તે તેજ પ્રકારના હૉર્ન બેસાડે, અથવા બિનજરૂરી હૉર્ન વગાડે.
إن للانسان أن یتصرّف فی ملکه ما شاء من التصرفات مالم یضر بغیرہ ضرراََ ظاھراََ. [تبیین الحقائق للزیلعی : ٤ ؍ ١٩٦]
તેમજ આ રીતે વાતાવરણમાં ધ્વનિ પ્રદૂષણ પણ થાય છે, અને રસ્તે ચાલતા લોકો ડર અને ભય અનુભવે છે, જે બિનજરૂરી સતામણી ને પાત્ર છે. અને આ રીતની સતામણી ની હદીષમાં મનાઈ કરવામાં આવી છે.
قَالَ النَّبِيُّ ﷺ : الْمُسْلِمُ مَنْ سَلِمَ الْمُسْلِمُونَ مِنْ لِسَانِهِ وَيَدِهِ.
અનુવાદ :- રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે સાચો મુસલમાન તો તે જ છે જેના હાથ અને જબાનથી બીજો મુસલમાન મહફૂઝ રહે. [બુખારી શરીફ :- ૬૪૮૪]
તે માટે આ રીતના તેજ હૉર્ન અને બિનજરૂરી હોર્ન વગાડવાથી ખૂબ બચવું જોઈએ.
[અ'લ્ મસાઈલુ'લ્ મુહિમ્મહ્ : ૧૦ / ૨૮૯]
-------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59