આજકાલ આપણા સમાજમાં સિરિયલ અને ફિલ્મો દ્વારા પશ્ચિમી સંસ્કૃતિને અનુસરવાનું પ્રમાણ ખૂબ જ વધતું જોવા મળે છે. તે પૈકી એક વસ્તુ Live in relationship પણ સામેલ છે.
આનો મતલબ આ હોય છે કે શાદી પહેલા છોકરો - છોકરી પતિ પત્ની બનીને સાથે રહે જેથી બન્ને એકબીજાને સારી રીતે જાણી લે. અને પછી શાદી વિષે ફેસલો કરે કે તે બન્ને એકબીજા માટે ઉચિત છે કે નહિં.
શુદ્ધિકરણ :-
ઈસ્લામ માં પતિ - પત્ની નો સંબંધ ખૂબ જ પવિત્ર સંબંધ છે જે નિકાહ દ્વારા પ્રસ્થાપિત થાય છે. નિકાહ પહેલા છોકરા - છોકરી દરમિયાન સંબંધ તથા મેળમિલા૫ શરઈ દૃષ્ટિએ જાઈઝ નથી.
આમાં એક સ્ત્રીની પ્રતિષ્ઠા તથા આબરૂનું રક્ષણ છે કે આજના આ ફિત્ના અને વાસના ના યુગમાં જાતીય શોષણ અને કામના ખૂબ જ વધતી નજર આવે છે. તો આવી દુરાચારી, ભ્રષ્ટ અને અનીતિમાન પરિસ્થિતિમાં લીવ ઈન રિલેશનશિપ માં સ્ત્રીની પવિત્રતા અને પ્રતિષ્ઠા નું રક્ષણ લગભગ અસંભવ છે.
તે માટે મુસલમાનો માટે નિકાહ પહેલા આ રીતનો સંબંધ બિલકુલ જાઈઝ નથી. આ વિષયમાં સાવચેતી ખૂબ જ જરૂરી છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59