۩۩ ઈસ્લામી આર્ટિકલ્સ ۩۩
એક હદીષમાં હુઝૂર ﷺ નું ફરમાન છે કે તમે (નામહરમ) સ્ત્રીઓ પાસે જવાથી બચો. એક સહાબી રદી. એ પુછ્યું કે હે અલ્લાહના રસૂલ દેવર (હોય કે પછી જેઠ) વિષે તમારું શું કહેવું છે..?
હુઝૂર ﷺ એ જવાબ આપતાં ફરમાવ્યું કે દેવર (હોય કે પછી જેઠ) એતો મોત છે. [બુખારી શરીફ : ૫૨૩૨]
મતલબ
હદીષમાં અલ-હમ્વુ નો શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે જેનાથી મુરાદ પતિના તે નજીકના સંબધીઓ છે જેઓથી તેની પત્ની માટે શરઈ પડદાનો હુકમ છે. જેમાં દેવર અને જેઠ પ્રાથમિક રૂપમાં શામેલ હોવાથી અનુવાદમાં તેઓનું વર્ણન કરવામાં આવે છે.
દેવર તો મોત છે નો મતલબ આ છે કે દેવર અથવા જેઠ ઘણાં નજીકના સંબંધી હોવાને લીધે તેઓ સાથે મેળમિલા૫ વધુ પ્રમાણમાં અથવા એક જ ઘરમાં રહેતા હોવાથી ફિત્નામાં પડવાનો ખૂબ જ વધારે ભય હોય છે જે દુનિયા અને આખિરતના હિસાબે બન્ને માટે ઘણું મોટું નુકસાન છે. અને શરઈ સજા સંગસાર (પથ્થરમારો) ના રૂપમાં મોત છે. તદુપરાંત ઘણી વખત આ દુષ્ટ કામ ઘરની બરબાદીનું પણ કારણ બની જાય છે જે બરબાદી મોત સમાન હોય છે.
આનાથી ખબર પડે છે દેવર - જેઠ અને ભાભી દરમિયાન પડદો કેટલો જરૂરી છે. અને આજના માહોલમાં આજે ભાભીના નામે પોર્નોગ્રાફી, મિમ્સ અને જોક્સ દ્વારા જે નવયુવાનોની માનસિકતા બગાવવામાં આવી રહી છે તે જગજાહેર છે. આનાથી પણ હદીષમાં વર્ણવેલ વાતની મહત્તા સમજાઈ રહી છે કે દેવર - જેઠને મોત કેમ કહેવામાં આવ્યું છે.
સારાંશ કે શરઈ દ્રષ્ટિએ દેવર - જેઠ અને ભાભી દરમિયાન પડદો જરૂરી છે. ન કરવાની સૂરતમાં બન્ને તરફ ઘણું મોટું નુકસાન છે જેને હુઝૂર ﷺ એ મોતથી વ્યાખ્યાયિત કર્યું છે.
[જામીઆ બિન્નરિયા & ઈસ્લાહે અગ્લાત]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59