આપણો સમાજ ઈસ્લામી છે કે સેક્યુલર..?

Ml Fayyaz Patel
0

ઈસ્લામી આર્ટિકલ્સ

   દરેક કોમ અને મિલ્લતની પોતાની એક વિશિષ્ટ સામાજિક વ્યવસ્થા અને પોતાની એક સંસ્કૃતિ હોય છે. જેના દ્વારા તેની રાષ્ટ્રીય ઓળખ અને ધાર્મિક વિશિષ્ટતા ટકી રહે છે અને તેનો સમાજ વિખંડન અને બીજી સંસ્કૃતિઓમાં સમાવી જવાથી સુરક્ષિત રહે છે. એવી જ રીતે મુસલમાનોની પાસે પણ અલ્લાહ તઆલા અને હુઝૂર ﷺ ના આદેશો અને માર્ગદર્શનો પર આધારિત એક સામાજિક વ્યવસ્થા છે.
   આજે દરેક જગ્યાએ સેક્યુલર (ધર્મનિરપેક્ષ) વિચારધારાનો પ્રભાવ જોવા મળે છે અહીં સુધી કે દરેક ધર્મની સામાજિક વ્યવસ્થામાં પણ તેનો ખૂબ ઊંડો અસર જોવા મળે છે. આમ તો સેક્યુલર(ધર્મનિરપેક્ષ) નો આસાન મતલબ તો આ બતાવવામાં આવે છે કે “ જીવો અને જીવવા દો ” પરંતુ હકીકત આ છે કે આ વાક્ય પાછળ પણ એક ઘણી મોટી સચ્ચાઈ છુપાયેલી છે, કેમ કે સેક્યુલરનો આ મતલબ “ જીવો અને જીવવા દો ” પ્રારંભિક છે. તેનો અંજામ અને અંત “ અમારી જેમ અમારી મરજી મુજબ જીવો ” થાય છે અને આ મતલબની જાળમાં આજે લગભગ દરેક ધર્મની સામાજિક વ્યવસ્થા ફસાયેલી જોવા મળે છે.
   મુસ્લિમ સમાજની વાત કરીએ તો ઈસ્લામની સામાજિક વ્યવસ્થાના અનેક સિદ્ધાંતો પૈકી બે મહત્વના સિદ્ધાંતો ભલાઈ તરફ આમંત્રણ અને બુરાઈથી રોકથામ છે. પરંતુ સેક્યુલરનો પ્રભાવ મુસલમાનોની માનસિકતા પર એ રીતે પડ્યો છે કે ભલાઈ તરફ આમંત્રણ માત્ર ખાસ પદ્ધતિ પર ચાલતી તબ્લીગ જમાતનું કામ સમજી લેવામાં આવ્યું છે અને તે પણ નમાઝ, રોઝા અને ઈબાદત સુધી જ સીમિત રહી ગયું છે અને બુરાઈથી રોકથામ તો દરેક જગ્યાએ નહીવત્ છે. કેમ કે આજની આપણી માનસિકતા સેક્યુલર (ધર્મનિરપેક્ષ) માનસિકતા છે જેના લીધે આપણી સોચ અને વિચાર આ બને છે કે “ એ જાણે અને એનું કામ, આપણે શું લેવાદેવા ” “ તું તારુ કર ” “ મારે ક્યાં તેની કબરમાં સુવા જવાનું છે ” વગેરે વગેરે... આ દરેક વાક્યો સેક્યુલર વિચારધારાનું પ્રતિબિંબ છે.
   વિચારવા લાયક વાત છે કે ઈસ્લામની સામાજિક વ્યવસ્થાના બે મહત્વના સિદ્ધાંતોને નજરઅંદાજ કરી આપણા સમાજને પ્રથમ તો ઈસ્લામી સમાજનું નામ આપી રહ્યા છે અને બીજી તરફ મુસ્લિમ સમાજની કફોડી હાલત અને પતનનું રોડું રડી રહ્યા છે. તેથી જો આપણે વાસ્તવમાં મુસ્લિમ સમાજની પ્રગતિના ઈચ્છુક છીએ, તો સૌપ્રથમ આપણે અલ્લાહ તઆલા અને હુઝૂર ﷺ તરફથી મળેલ ઉપદેશો અને માર્ગદર્શનોને પોતાના જીવનનો ભાગ બનાવવો પડશે. તેમજ ઈસ્લામની સામાજિક વ્યવસ્થાના મહત્વપૂર્ણ બે સિદ્ધાંતો ભલાઈ તરફ આમંત્રણ અને બુરાઈથી રોકથામ વ્યવહારિક જીવનમાં ઉતારવા પડશે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)