ઈસ્લામી આર્ટિકલ્સ
સવાલ :
જ્યારે દરેક વસ્તુનો એક સર્જક હોય છે, કોઈ વસ્તુ આપોઆપ નથી બનતી તો અલ્લાહ તઆલા ને કોણે બનાવ્યા..? આ તર્ક સૃષ્ટિ માટે સહીહ છે તો અલ્લાહ તઆલા માટે કેમ સહીહ નથી..?
જવાબ :
આના જવાબ માટે સૌપ્રથમ આ વાત સમજી લ્યો કે કોઈ પણ વસ્તુ તથા અસ્તિત્વના બારામાં થતા અમુક સવાલોને તેની વ્યાખ્યાયિત વિશેષતાઓ અસંબંધિત બનાવી દે છે. આને એક ઉદાહરણ ના માધ્યમથી સમજીએ.
દા.ત. રૂમમાં નિશ્ચિત જગ્યાએ એક પેન મુકવામાં આવે, અને પાછા ફરવા પર તેની જગ્યા બદલાયેલી હોય તો તરત દિમાગમાં “ કેવી રીતે ” નો સવાલ પેદા થશે. (કેવી રીતે તેની જગ્યા બદલાઈ..?) પરંતુ પેન ની જગ્યાએ કોઈ માણસ ત્યાં બેઠો હોય, અને પાછા ફરવા પર તેની જગ્યા બદલાઈ હોય ત્યારે દિમાગ “ કેવી રીતે ” ના સવાલ તરફ આકર્ષિત નહીં થાય.
કેમ કે પેન ની વ્યાખ્યાયિત વિશેષતાઓ માં “ હરકત કરવું ” નથી માટે દિમાગ “ કેવી રીતે ” ના સવાલ તરફ આકર્ષાય છે. જ્યારે કે માણસની વ્યાખ્યાયિત વિશેષતાઓ માં આ “ હરકત કરવું ” છે, માટે દિમાગ “ કેવી રીતે ” ના સવાલ તરફ આકર્ષિત થતું નથી. સવાલ એક જ છે પરંતુ પેન ના બારામાં સંબંધિત સમજવામાં આવે છે, અને માણસના બારામાં અસંબંધિત સમજવામાં આવે છે.
હવે અસલ જવાબ જુઓ કે સૃષ્ટિની દરેક વસ્તુ માટે એક સર્જકનું હોવું અને તેનું આપોઆપ ન બનવું એક એવો સવાલ છે જેની વ્યાખ્યાયિત વિશેષતાઓ તેને અસંબંધિત નથી બનાવતી જેવી રીતે ઉપરોક્ત ઉદાહરણ માં પેન ની બદલાતી જગ્યા કેવી રીતે ના સવાલને અસંબંધિત નથી બનાવતી. કેમ કે આપણને ખબર છે કે આ સૃષ્ટિની કોઈ પણ વસ્તુમાં હમેશા કાયમ રહેવાની વિશેષતા નથી, તેમાં કોઈ વસ્તુનું પેદા થવું અને ખતમ થવું ચાલ્યા જ કરે છે. જ્યારે કોઈ વસ્તુની પેદા થવાની અને ખતમ થવાની પ્રક્રિયા આ દર્શાવે છે કે તે હમેશા કાયમ માટે નથી તો સ્વભાવિક છે કે ત્યાં દિમાગ પણ આ સવાલ તરફ આકર્ષિત થાય છે કે પછી તેને પેદા કરનાર અને ખતમ કરનાર કોણ છે..? તે માટે સૃષ્ટિ માટે આ સવાલ કે તેને કોણે પેદા કર્યું..? સંબંધિત સમજવામાં આવે છે.
બીજી તરફ અલ્લાહ તઆલા જે સર્જક છે તેની બુનિયાદી વ્યાખ્યાયિત વિશેષતાઓ પૈકી એક વિશેષતા આ છે કે “ તે હમેશા થી છે અને હમેશા રહેશે ” અને આ તે વિશેષતા છે જે અલ્લાહ તઆલા ના બારામાં આ સવાલ કે તેને કોણે પેદા કર્યો..? અસંબંધિત બનાવી દે છે. કેમ કે જો તેને પણ બનાવનાર કોઈ માનવામાં આવે અથવા તેનું ખતમ થવું માની લેવામાં આવે તો પછી તેનું હમેશા થી હોવું અને હમેશા રહેવાની વિશેષતા બાકી નહી રહે, પરિણામે તે ખુદા પણ નહીં કહેવાય.
તે માટે જ્યારે અલ્લાહ તઆલા ની આ વ્યાખ્યાયિત વિશેષતા કે “ તે હમેશા થી છે અને હમેશા રહેશે ” માની જ લેવામાં આવી છે તો પછી તેના બારામાં આ સવાલ જ અસંબંધિત કહેવાશે કે તેને કોણે પેદા કર્યો..? જેવી રીતે માણસની જગ્યા બદલવા પર તેના બારામાં કેવી રીતે નો સવાલ અસંબંધિત બની જાય છે.
સારાંશ કે અલ્લાહ તઆલા વિષે આ સવાલ કે તેને કોણે પેદા કર્યો એ શ્રેણીની ભૂલ (category mistake) પર આધારિત તેમજ એક બિન તાર્કિક પ્રશ્ન છે જે અલ્લાહ તઆલા ની વ્યાખ્યા ન સમજવાને કારણે ઉદ્ભવે છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59
Masha allahhh mere bhai allahh aapko iska behtar badla ataa karegaaa inshaa allhhhh....
ReplyDeleteBhut khub...