શું ઈસ્લામ સંપૂર્ણપણે એક જીવન વ્યવસ્થા છે..?

Ml Fayyaz Patel
0

ઈસ્લામી આર્ટિકલ્સ

સવાલ :
   ઘણા લોકોથી સાંભળ્યું છે કે ઈસ્લામ જીંદગીના દરેક વિભાગમાં માર્ગદર્શક છે. એટલે કે સંપૂર્ણપણે એક જીવન વ્યવસ્થા છે તો શું આ સહીહ છે..?
જવાબ :
   દરઅસલ માનવી જીંદગીના જે વિભાગો છે તે બે પ્રકારના હોય છે.
પરિવર્તનશીલ :- એટલે કે જે સમયાનુસાર બદલાતા રહે.
અપરિવર્તનશીલ :- એટલે કે જે બદલાય નહીં, બલ્કે કાયમી એક જ પ્રકારના રહે.
   જે વિભાગો પરિવર્તનશીલ છે તે વિભાગમાં ઈસ્લામે કોઈ વ્યવસ્થા પ્રસ્થાપિત નથી કરી, બલ્કે તેના માટે સિદ્ધાંતો અને નિયમો બતાવી આપ્યા કે આની હદમાં રહીને આનાથી લાભ ઉઠાવતા રહેવું. દા.ત. રાજનૈતિક, આર્થિક, સાંસ્કૃતિક વિભાગો કે આ પરિવર્તનશીલ વિભાગો છે. હવે ઈસ્લામે આની કોઈ વ્યવસ્થા પ્રસ્થાપિત નથી કરી બલ્કે આના માટે સિદ્ધાંતો અને નિયમો બતાવી એક હદ નક્કી કરી દીધી કે આની હદમાં રહીને તમે તેનાથી ફાયદો ઉઠાવી શકો છો.
   અને જે વિભાગો પરિવર્તનશીલ નથી, બલ્કે કાયમી છે તે વિભાગમાં ઈસ્લામે એક સંપૂર્ણ વ્યવસ્થા બનાવીને આપી કે આ વ્યવસ્થા ને અનુસરી જીવન જીવવામાં આવે. દા.ત. અકાઈદ, નિકાહ, તલાક કે આ વિભાગો પરિવર્તનશીલ નથી, બલ્કે કાયમી છે તો ઈસ્લામે આની એક વ્યવસ્થા પ્રસ્થાપિત કરી તેના મુજબ જીંદગી જીવવાનો આદેશ આપ્યો.
   યાદ રહે કે જે વિભાગો અપરિવર્તનશીલ છે તે વિષે તો ઈસ્લામે સંપૂર્ણ વ્યવસ્થા પ્રસ્થાપિત કરી જ છે પરંતુ જે વિભાગો પરિવર્તનશીલ છે તેમાં ભલે કોઈ વ્યવસ્થા પ્રસ્થાપિત નથી કરી, પરંતુ તેમાં એવા સિદ્ધાંતો અને નિયમો બતાવી માર્ગદર્શન આપ્યું છે કે તે પણ કોઈ વ્યવસ્થા થી કમ નથી.
   આ હિસાબે આમ કહેવું ગલત નથી કે “ ઈસ્લામ સંપૂર્ણપણે એક જીવન વ્યવસ્થા છે ” બલ્કે હકીકત અને વાસ્તવિક્તા ને અનુરૂપ વાત છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)