ઈસ્લામ / કઝીન મેરેજ / મેડિકલ સાયન્સ ! જાણો સંપૂર્ણ હકીકત

Ml Fayyaz Patel
0

ઈસ્લામી આર્ટિકલ્સ

લોકોનું કામ તમારા મનમાં શંકા નાખવાનું હોય છે. તેથી ઈસ્લામ પ્રત્યે કોઈ પણ શંકા હોય તો તેને જલ્દી દૂર કરો.
   સામાન્ય રીતે ઈસ્લામમાં કઝીન મેરેજ એટલે કે પિતરાઈ બહેનો સાથે શાદીને લઈને ખૂબ સવાલ ઉઠાવવામાં આવે છે. જેમાં મુખ્યત્વે આ બે વિષયને ખૂબ જ ચર્ચાનો વિષય બનાવવામાં આવે છે.
(૧) ઈસ્લામ માં પિતરાઈ બહેનો સાથે શાદી માન્ય કેમ છે..?
(૨) શું કઝીન મેરેજ મેડિકલ સાયન્સના હિસાબે નુકસાન કારક છે..?
   તે માટે નીચે આ બન્ને વિષય પર અલગ અલગ વિગતવાર માહિતી લખવામાં આવે છે.

ઈસ્લામ માં પિતરાઈ બહેનો સાથે શાદી માન્ય કેમ છે..?

   ઈસ્લામ માં સ્ત્રીઓ સાથે શાદી બાબત એક કાયદેસર વ્યવસ્થા બતાવવામાં આવી છે કે કઈ સ્ત્રી સાથે શાદી માન્ય છે અને કઈ સ્ત્રી સાથે શાદી માન્ય નથી. આથી કુર્આનનું અધ્યયન કરવાથી ખબર પડે છે કે ત્રણ પ્રકારની સગપણ ની સ્ત્રી સાથે શાદી માન્ય નથી જે આ છે.
➊ લોહીનું સગપણ, ➋ દુધ શરીક સગપણ, ➌ અને અન્ય સંબંધ ના કારણે થતી સગપણ.
   આ ત્રણેય પૈકી લોહીના સગપણ માં બે વિભાગો પાડવામાં આવ્યા છે કે એક સગી બહેન અને બીજી પિતરાઈ (cousin) બહેન. ઈસ્લામે સગી બહેન સાથે વિવાહ ને અમાન્ય ઠેરવ્યો છે, જ્યારે કે પિતરાઈ (cousin) બહેનો દા.ત. કાકાની, મામાની, તથા ફોઈની છોકરી વગેરે સાથે વિવાહ ને બિલકુલ માન્ય ગણવામાં આવ્યો છે.
   હવે સવાલ આ છે કે સગી નહીં તો પિતરાઈ બહેનો સાથે વિવાહ કેમ માન્ય ઠેરવવામાં આવ્યો છે..? તો એનો જવાબ આ છે કે લોહીના સગપણ ની કોઈ એક હદ અને મર્યાદા તો નક્કી કરવી જરૂરી જ હતી, નહીંતર દરેક પુરુષો માટે દરેક સ્ત્રી વંશાવળી રીતે ઉપર જઈ ભાઈ બહેન બની જ જાય છે. તો ઈસ્લામે તે હદ સગી અને પિતરાઈ ના રૂપમાં વિભાજિત કરી નક્કી કરી આપી. કે પિતરાઈ બહેનો સગી બહેનોની જેમ નથી હોતી, તેમજ તેમની સાથે વિવાહ કરવામાં ન કોઈ તાર્કિક રીતે વાંધો આવે છે, કે ના કોઈ તબીબી રીતે કે તેમાં કોઈ દુન્યવી નુકસાન હોય.
   ઈસ્લામ બાબત બહેનો ને લઈ જે વાંધો ઉઠાવવામાં આવે છે તેની હકીકત અને વાસ્તવિકતા આ છે કે ઐતિહાસિક રીતે પહેલી સદીઓમાં આને કોઈ દુષ્ટ સમજતું ન હતું, પરંતુ આધુનિક ટેક્નોલોજી ના હિસાબે અમેરિકામાં છેલ્લા વર્ષોમાં પિતરાઈ બહેનો સાથે વિવાહ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે આ માનીને કે આ રીતના વિવાહ માં બિમારીઓ પેદા થાય છે. પશ્ચિમી સંસ્કૃતિ ને અનુસરતા લોકો આ વાતથી ઘણા પ્રભાવિત થયા, અને મીડિયા એ પણ આ બાબત ઘણો રોલ ભજવ્યો. જેને લઈ લોકો આને દુષ્ટતા ની દ્રષ્ટિએ જોવા લાગ્યા અને ઈસ્લામ પર વાંધો ઉઠાવવા લાગ્યા. જ્યારે કે ઈસ્લામી દૃષ્ટિકોણ ના હિસાબે આનાથી કોઈ બિમારી ઉદ્ભવતી નથી, નહીંતર કુર્આન હરગીઝ આની પરવાનગી ન આપતું.
   મજાની વાત તો આ છે કે આ વિષયમાં સૌથી વધુ હિન્દુઓ ઈસ્લામ દુશમની માં વાંધો ઉઠાવતા નજર આવે છે. અને તેઓ દુશમનીમાં એટલા બધા આંધળા થઈ ગયા કે પોતાના ધર્મગ્રંથો માં વર્ણવેલી વાાતો ભૂલી ગયા કે દેવી ભાગવતના હિસાબે મહાદેવે પોતાની માતા તથા તેના બે ભાઈઓ વિષ્ણુ અને બ્રહ્મા એ પોતાની સગી બહેનો સાથે શાદી કરી હતી. આના સિવાય બીજા ઘણા ઉલ્લેખ મળે છે પોતાની સગી પુત્રી સાથે શાદી કરવી વગેરે.
   સારાંશ કે ઈસ્લામમાં સગી બહેન સાથે વિવાહ બિલકુલ માન્ય નથી. હાં પિતરાઈ બહેનો સાથે વિવાહ માન્ય છે પણ આ કોઈ દુષ્ટતા ની વાત નથી.

શું કઝીન મેરેજ મેડિકલ સાયન્સ ના હિસાબે નુકસાન કારક છે..?

   ઘણા લોકોના મનમાં આ શંકા છે કે મેડિકલ સાયન્સ ના હિસાબે સગા સંબંધોમાં શાદી કરવાથી બાળક આનુવંશિક એટલે કે વિકલાંગ તથા બુદ્ધિના અભાવ અથવા ઉણપ સાથે પેદા થાય છે, તો પછી ઈસ્લામમાં કઝીન મેરેજની મંજૂરી કેમ છે..?
   જાણવું જોઈએ કે આ વાત બિલકુલ ખોટી છે કે મેડિકલ સાયન્સ આ રીતે સંપૂર્ણ દાવો કરતી હોય કે કઝીન મેરેજમાં આવનાર બાળક પર નુકસાન પડે છે. બલ્કે આ વિષયમાં સહીહ માહિતી નીચે મુજબ છે.
   હકીકત આ છે કે કઝીન મેરેજમાં આનુવાંશિક રોગ બાળકમાં ત્યારે પ્રસરે છે જ્યારે પતિ પત્ની બન્નેના જનીન ખામીયુક્ત હોય. અને જો બન્નેમાં કોઈપણ ખામીયુક્ત જનીન નહીં હોય તો પછી આ કઝીન મેરેજ પણ સામાન્ય મેરેજની જેમ જ કહેવાશે. અને બીજું કે જનીનનું ખામીયુક્ત હોવાથી આવું થવું માત્ર કઝીન મેરેજ સાથે ખાસ નથી, બલ્કે જો આ વસ્તુ સામાન્ય મેરેજમાં પણ હોય તો ત્યાં પણ બાળકમાં આનુવંશિક રોગ પ્રસરી શકે છે. હાં..! કઝીન મેરેજમાં આ વસ્તુ ૫ થી ૬ ટકા સંભવિત હોય છે. જ્યારે કે સામાન્ય મેરેજમાં ૨ થી ૩ ટકા હોય છે. માત્ર આટલો તફાવત હોય છે.
   સામાન્ય અવલોકન છે કે મોટાભાગના પરિવારોમાં નજીકના સંબંધીઓ લગ્ન કરે છે, પરંતુ તેમ છતાં, વારસાગત રોગો સામાન્ય રીતે પ્રસારિત થતા નથી. કેમ કે તેઓમાં ખામીયુક્ત જનીન નથી હોતા. હાં..! એકાદ અમુક ઘટના બને છે. પરંતુ તે ખામીયુક્ત જનીનના કારણે હોય છે. તો આ વાત સ્પષ્ટ થઈ ગઈ કે બાળકની ઉપર અસર કઝીન મેરેજને લીધે નહીં, બલ્કે ખામીયુક્ત જનીનના લીધે હોય છે.
   હકીકત તો આ છે કે આજની ટેક્નોલોજી ટ્યુબ બેબી વગેરે જેવા મેડિકલ અવલોકન દ્વારા આનુવંશિક રોગ ખૂબ વધુ પ્રમાણમાં થતો હોય છે. પરંતુ ઈસ્લામ પર દોષનો ટોપલો ઠાલવી દરેક પોતાની દુકાન ઠીક કરતા હોય છે. બાકી તાર્કિક રીતે આટલા ઓછા ટકાવારી વસ્તુને સંપૂર્ણપણે આ રીતે દર્શાવવામાં આવે કે જાણે આનાથી જ બધું થઈ જાય છે કેમ કરીને સહીહ કહેવાય..? [આ માહિતીની પુષ્ટિ માટે જે તહકીક યુકે રિસર્ચ સેન્ટર તરફથી પ્રસિદ્ધ કરવામાં આવી છે. તેને અવશ્ય વાંચવી]
   સારાંશ કે અમારૂં તો કુર્આન પર એવું ઈમાન છે કે જો આમાં નુકસાન હોત તો કુર્આન કદાપિ આની પરવાનગી ન આપતું.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)