સલામ વિષે સહીહ શરઈ માર્ગદર્શન

Ml Fayyaz Patel
0

ઈસ્લામી આર્ટિકલ્સ

   દુનિયાના દરેક ધર્મ અને રાષ્ટ્રોમાં મુલાકાત ના સમયે પ્રેમ અને સ્નેહ, તેમજ આદર અને સદ્ભાવના વ્યક્ત કરવા માટે અથવા સામેવાળી વ્યક્તિને પરિચિત તથા ખુશ કરવા માટે અભિવાદન તરીકે એક વિશેષ શબ્દ કહેવાનો રિવાજ ચાલતો આવે છે. જેમ કે હિન્દુઓ માં નમસ્તે તથા પશ્ચિમી સંસ્કૃતિમાં ગુડ મોર્નિંગ વગેરે કહેવામાં આવે છે.
   એવી જ રીતે ઈસ્લામે પણ આવા સમયે મુસલમાનો ને એક વિશેષ વાક્યનું માર્ગદર્શન આપતા “ અસ્સલામૂ અલયકૂમ વરહ્મતુલ્લાહિ વબરકાતુહૂ ” જેવા શબ્દો આપ્યા છે જેને સલામ કહેવામાં આવે છે. પરંતુ ઘણા લોકો સલામ વિષેની માહિતી થી વંચિત હોવાને લીધે આ વિષયમાં ઘણી ભૂલો કરતા નજર આવે છે માટે સલામ પ્રત્યેની નીમ્ન મુજબ માહિતી દર્શાવવામાં આવે છે.

સલામ નો શાબ્દિક અર્થ અને પરિભાષિત વ્યાખ્યા

   સૌપ્રથમ શબ્દ “ સલામ ” નો શાબ્દિક અર્થ અને તેની પરિભાષિત વ્યાખ્યા જાણી લઈએ.
▣ શાબ્દિક અર્થ :- સલામ નો શાબ્દિક અર્થ “ સલામતી ” થાય છે.
▣ પરિભાષિત વ્યાખ્યા :- હદીષમાં આવેલ વિશેષ શબ્દો દ્વારા સુન્નત તરીકા પર સામેવાળી વ્યક્તિને સલામતી ની દુવા આપવાને શરીયતની પરિભાષામાં “ સલામ ” કહેવામાં આવે છે.
☞ નોંધ :- સલામ શબ્દ અલ્લાહ તઆલા ના વિશેષ નામો પૈકી એક નામ પણ છે. તે સમયે તેનો અર્થ રક્ષક તથા સલામતી આપનાર થાય છે.

સલામ ની ફઝિલત

   હદીષોમાં સલામ કરવાની ઘણી ફઝિલતો આવી જેને નીચે વર્ણવામાં આવે છે.
૧)➻ રસુલુલ્લાહ ﷺ નું ફરમાન છે કે તમે ત્યાં સુધી જન્નતમાં દાખલ નહીં થાઓ જ્યાં સુધી મોમીન ન બનો, અને ત્યાં સુધી મોમીન નહીં બનો જ્યાં સુધી આપસમાં મુહબ્બત ન કરો.
   શું હું તમને એવી વસ્તુ ન બતાવું કે તમે એ વસ્તુ કરવા લાગો તો આપસમાં મુહબ્બત કરવા લાગો, (અને તે આ છે કે) પરસ્પર એકબીજાને ખૂબ સલામ કરો. [મુસ્લિમ શરીફ : ૧૯૪]
૨)➻ રસુલુલ્લાહ ﷺ થી પુછવામાં આવ્યું કે ક્યા પ્રકારનો ઈસ્લામ શ્રેષ્ઠ છે..? જવાબમાં રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે તમે લોકોને ખાવું ખવડાવો. અને દરેક (મુસલમાન) ને સલામ કરો. ભલે તમે ઓળખતા હોય, કે પછી ન ઓળખતા હોય. [મુસ્લિમ શરીફ : ૧૬૦]
૩)➻ રસુલુલ્લાહ ﷺ ફરમાવે છે કે તમે રહમાન ની ઈબાદત કરો, ખાવું ખવડાવો અને સલામ ને ખૂબ ફેલાવો. તમે જન્નતમાં સલામતીની સાથે દાખલ થઈ જશો. [તીરમીઝી શરીફ : ૧૮૫૫]
૪)➻ હઝરત અનસ રદી. ફરમાવે છે કે રસુલુલ્લાહ ﷺ એ મને ફરમાવ્યું કે બેટા ! તમે જ્યારે પોતાના ઘરવાળા પાસે જાઓ તો તેઓને સલામ કરો. આ તમારા અને તેમના માટે બરકત નો સબબ બનશે. [તીરમીઝી શરીફ : ૨૬૯૮]
૫)➻ રસુલુલ્લાહ ﷺ ફરમાવે છે કે જે વ્યક્તિ સલામ કરવામાં પહેલ કરશે તે અલ્લાહ તઆલા અને રસુલુલ્લાહ ﷺ ની બિલકુલ નજદીક હશે. [મુસ્નદે અહમદ : ૮૨૫પ]
૬)➻ રસુલુલ્લાહ ﷺ એ ફરમાવે છે કે સલામને ફેલાવો તમે સલામત રહેશો. માત્ર અમુક લોકોને સલામ કરવાને પસંદ કરવું બૂરી વાત છે. [મુસ્નદે અહમદ : ૮૨૫૦]
૭)➻ રસુલુલ્લાહ ﷺ ફરમાવે છે કે સૌથી મોટો કંજૂસ તે છે જે સલામ કરવામાં કંજૂસી કરે છે. [મુસ્નદે અહમદ : ૯૮૩૮]
   આ સિવાય બીજી ઘણી હદીષો છે જેમાં સલામ અંગે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે તેમજ તેનો ઘણો જ ષવાબ પણ બતાવવામાં આવ્યો છે.

સલામ અને તેના જવાબનો હુકમ

   સલામ કરવી સુન્નત છે અને તેનો જવાબ આપવો વાજીબ અને જરૂરી છે. એટલે કે જવાબ ન આપનાર ગુનેગાર કહેવાશે.
   જો સલામ કોઈ એક વ્યક્તિને ખાસ કરવામાં આવી હોય. એટલે કે વ્યક્તિગત કરવામાં આવી હોય તો તે વ્યક્તિ માટે તેનો જવાબ આપવો વાજીબ અને જરૂરી લેખાશે. અને જો એક સાથે ઘણા લોકોને સલામ કરવામાં આવે તો તેઓ પૈકી કોઈ પણ એક વ્યક્તિના જવાબ આપવાથી દરેક વ્યક્તિ તરફથી જવાબ કાફી લેખાશે. દરેક વ્યક્તિએ અલગથી જવાબ આપવો જરૂરી નથી.
   હાં ! જો સમૂહમાં કોઈ વ્યક્તિનું નામ લઈને સલામ કરવામાં આવે તો તે જ વ્યક્તિ માટે જવાબ આપવો વાજીબ અને જરૂરી રહેશે.
નોંધ :- આ મસ્અલહ સોશિયલ મીડિયા ગ્રૂપ વગેરેમાં પણ આ જ રીતે લાગુ પડે છે.
ફાયદો :- સોશિયલ મીડિયાના ગ્રૂપો વગેરેમાં જવાબ બોલીને અથવા લખીને બંન્ને રીતે આપવો દુરુસ્ત છે. હાં ! કોઈ પરેશાની ન હોય તો લખીને જવાબ આપવો શ્રેષ્ઠ અને ઉત્તમ છે. જેથી સામેવાળી વ્યક્તિને કોઈ બદગુમાની ન થાય.
ویجب ردّ جواب کتاب التحیة کردّ السلام. [روح المعانی، ۴ / ۱۴۸]
{ردّ جواب الکتاب حق کردّ السلام} أي إذا کتب لك رجل بالسلام في کتاب ووصل إلیک وعلمته بقراءتك او بقراءۃ غیرك وجب علیك الرد باللفظ أو المراسلة. [فیض القدیر ۴ / ۳۱، تحت الرقم : ۴۴۴۸]
ویجب ردّ جواب کتاب التحیة کردّ السلام. [در مختار]
وفي الشامیة : قوله : (ویجب رد جواب کتاب التحیة) لأن الکتاب من الغائب بمنزلة الخطاب من الحاضر۔ مجتبی ۔ والناس عنہ غافلون ۔ ط ۔
أقول : المتبادر من هذا أن المراد رد سلام الکتاب لا رد الکتاب. [۹ / ۵۹۴، الحظر والإباحة، باب الاستبراء وغیرہ، شامی)

સલામ ની વિશેષતાઓ અને ખાસિયતો

   “ અસ્સલામૂ અલયકૂમ ” આ એક ખૂબ જ વિશાળ દુવાનો શબ્દ છે. આ શબ્દ પ્રેમ, મોહબ્બત તથા આદર વ્યક્ત કરવા માટે ખૂબ જ ઉચિત છે. જેની નીચે મુજબ ખાસિયતો છે.
૧)➻ “ સલામ ” અલ્લાહ તઆલા ના વિશેષ નામો પૈકી એક નામ છે.
૨)➻ સલામ માત્ર પ્રેમ જ વ્યક્ત નથી કરતો, બલ્કે તેમાં પ્રેમનો હક પણ અદા થાય છે કેમ કે સલામનો અર્થ “ અલ્લાહ તઆલા થી દુવા છે કે તમને દરેક પ્રકારની મુસીબતો અને પરેશાનીઓ થી મહફૂઝ રાખે ” થાય છે.
૩)➻ સલામ શબ્દમાં માત્ર હમેશા જીવીત રહેવાની જ દુવા નથી, બલ્કે સલામતી વાળી જીંદગીની દુવા છે.
૪)➻ સલામ કરનાર પોતાની જુબાન દ્વારા કહેતો હોય છે કે તમે મારા તરફથી મહફૂઝ અને સુરક્ષિત છો. અને તમારી જાન, માલ અને આબરૂ નો હું રક્ષક છું.
૫)➻ આ શબ્દ દ્વારા આ વાત પણ વ્યક્ત કરવામાં આવે છે કે હું અને તમે બધા અલ્લાહ તઆલાન મોહતાજ છીએ. તેની મરજી વગર આપણે એકબીજાને ન તો ફાયદો અને ન નુકસાન પહોંચાડી શકીએ છીએ.
૬)➻ આ શબ્દ નાની ઉંમરના લોકો માટે કરુણા, દયા અને પ્રેમનો શબ્દ છે. અને મોટી ઉંમરના લોકો માટે સન્માન તેમજ આદરનો શબ્દ છે.
૭)➻ આ જ શબ્દ મોમીન ને જન્નતમાં દાખલ કરતી વખતે પણ બોલવામાં આવશે.
   સારાંશ કે “ અસ્સલામૂ અલયકૂમ ” દ્વારા એક એવો સર્વગ્રાહી ખ્યાલ આપવામાં આવ્યો છે જેની બેસુમાર વિશેષતાઓ અને ખાસિયતો છે.

સલામ ના સહીહ અને મસ્નૂન શબ્દો

સલામ ના મસ્નૂન શબ્દો બે જ છે જે આ મુજબ છે.
(૧) અસ્સલામૂ અલયકૂમ (Assalamu Alaykum)
(૨) સલામુ'ન્ અલયકૂમ (Salamu'n Alaykum)
   અને સંપૂર્ણ સલામ આ છે કે આ બન્ને સાથે “ વરહ્મતુલ્લાહિ વબરકાતુહૂ ” પણ લગાવી દેવામાં આવે. (Warahmatullahi Wabarakatuhu)
   આના સિવાય જેટલા પણ શબ્દો છે સલામના તે બધા જ મસ્નૂન ન હોવાને લીધે સહીહ નથી. બલ્કે તેવા સલામ નો જવાબ આપવો પણ જરૂરી નથી. કેમ કે તે સલામ જ નહીં કહેવાય.
” أنه لا یجب رَدُّ ”سلامْ علیکم“ بجزم المیم.“ [در مختار]
ثم رأیتُ في الظھیریة : ” ولفظ السلام في المواضع ککلھا السلامُ علیکم أو سلامٌ علیکم بالتنوین وبدونِ ھذین کما یقول الجُھّالُ، لا یکونُ سلاماً؛ لمخالفته السنة التي جائت بالترکیب العربي․“ [الرد مع الدر : ۹ / ۵۹۶]
●➙ લોકોમાં પ્રચલિત સલામના ગલત શબ્દો :-
   ઘણા લોકો અરબી ભાષા તથા વ્યાકરણ થી વાકેફ ન હોવાને લીધે સલામ માટે ઘણા ગલત શબ્દો ઉપયોગ કરતા હોય છે, તેમજ સાથે સાથે અર્થનું અનર્થ પણ થતું હોય છે. જે શબ્દો નીચે મુજબ છે.
   સલામ અલયકૂમ - સલા માલીકૂમ - Salam - as - aoa - wow - ws - a.a.w.w. w.w - વગેરે વગેરે... આ પ્રકારની ન સલામ સહીહ છે અને ન જવાબ સહીહ છે.
   તે માટે આ રીતે સલામ જ સહીહ ન હોવાને લીધે તેનો જવાબ આપવો પણ જરૂરી નથી. અથવા સલામ સહીહ હોય તો ઉપરોક્ત વર્ણવેલ ગલત તરીકાથી આપવામાં આવેલ જવાબ સહીહ નહીં ગણાય.

ક્યા ક્યા સમયે સલામ કરવાની મનાઈ છે..?

   સલામ એ એક મહત્વપૂર્ણ સામાજિક અદબ અને સર્વગ્રાહી દુવા છે. તથા આને હદીષોમાં ઈબાદત પણ કહેવામાં આવી છે. તેથી કોઈ પણ અદબ તથા ઈબાદત ને એ રીતે અદા કરવી જોઈએ કે તેનાથી કોઈ પણ વ્યક્તિને તકલીફ ન પહોંચે, તથા તેના કાર્યમાં કોઈ વિક્ષેપ (ખલલ) ન પડે.
   આથી ઉલમાએ ક્યાં ક્યાં સલામ કરવાની મનાઈ છે તેનું એક કાયદા રૂપી પરિણામ કાઢતા કુલ ચાર મોકા વર્ણવ્યા છે જે આ છે. (૧) મહત્વપૂર્ણ કામમાં વ્યસ્ત હોવું, (૨) ગુનાહિત કામમાં વ્યસ્ત હોવું, (૩) નમ્રતા (શરમ) ની વિરુદ્ધ હોવું, (૪) ફિત્ના નો ડર હોવો. આ ચારેય ની વિગત ઉદાહરણો સાથે નીચે વર્ણવામાં આવે છે.
(૧) મહત્વપૂર્ણ કામમાં વ્યસ્ત હોવું :- એટલે કે લોકો જ્યારે કોઈ મહત્વપૂર્ણ કામમાં વ્યસ્ત હોય, ત્યારે સલામ કરવી મનાઈ છે. દા.ત. નમાઝ પઢનાર, કુર્આન ની તીલાવત કરનાર, અઝાન આપનાર, પઢવા - પઢાવવામાં વ્યસ્ત વ્યક્તિ, બયાન કરનાર ખુત્બો આપનાર વગેરે.
   એવી જ રીતે કોઈ એવી વ્યક્તિને સલામ કરવી જે પોતાની જાતને સંબંધિત કોઈ કામમાં વ્યસ્ત હોય. દા.ત. ખાવા - પીવામાં વ્યસ્ત હોય (જ્યારે કોળીયો ચાવી રહ્યો હોય), કોઈ અહમ મુદ્દા પર ચર્ચા વિચારણા ચાલુ હોય વગેરે મોકા ઉપર પણ સલામ ન કરવી જોઈએ.
કારણ :- આવા મોકા ઉપર સલામ કરવાની મનાઈ નું કારણ વ્યસ્ત હોવું છે કે સલામ કરવાથી ધ્યાન વિખરાઈ જશે જેનાથી તેના માટે આ સલામ વાંધાજનક બની રહેશે. અને શરીયતમાં વાંધાજનક વસ્તુઓ ની મનાઈ કરવામાં આવી છે.
   ત્યારબાદ સલામ નો જવાબ શરઈ દ્રષ્ટિએ વાજીબ હોવાને લીધે, વ્યસ્ત માણસને સલામના જવાબ નો પાબંદ બનાવવો તેને તકલીફ માં નાંખવા સમાન છે જે જાઈઝ નથી.
(૨) ગુનાહિત કામમાં વ્યસ્ત હોવું :- એટલે કે જે લોકો કોઈ ગુનાહિત કામમાં વ્યસ્ત હોય, તેઓને પણ સલામ કરવાની મનાઈ છે. દા.ત. કોઈ વ્યક્તિ ચેસ રમતો હોય, જુગાર રમતો હોય, મ્યુઝિક સાંભળતો હોય, અથવા કોઈ ગુનાહિત વિડિઓ જોતો હોય.
કારણ :- આવા મોકા પર સલામની મનાઈ એટલા માટે છે કે તેઓને પોતાના ગુનાહ નો એહસાસ થાય, કે જેથી તેઓ પોતાના ગુનાહ પ્રત્યે અણગમો અનુભવે. અને આવું અપમાન જોઈ બીજા લોકો પણ સીખ લઈ આવા ખુલ્લા ગુનાહોથી બચે.
   તેમજ ગુનાહમાં વ્યસ્ત વ્યક્તિ સલામ તરફ ધ્યાન નહીં આપે, જેનાથી સલામનું મહત્વ ઘટશે. તેથી આવા લોકોને સલામ ન કરવી જોઈએ.
નોંધ :- આ હુકમ ત્યારે છે જ્યારે એવી આશા હોય કે તેમને સલામ ન કરવાથી તેઓને પોતાના ગુનાહ પર શરમ આવશે.
   પરંતુ આવા મોકા પર જો આ ઉમ્મીદ હોય કે સલામ કરવાથી તે ગુનાહ થી રોકાઈ જશે, તથા સલામ ન કરવી નિંદાનું કારણ બનશે, તેમજ સલામ ન કરવામાં દીનદાર લોકોથી વધુ નફરતનું કારણ બનશે, તો આવા મોકા પર સલામ કરવામાં વાંધો નથી.
(૩) નમ્રતા (શરમ) ની વિરુદ્ધ હોવું :- એટલે એવો મોકો હોય જ્યાં સલામ કરવી નમ્રતા, શરમ અને હયા ના વિરુદ્ધ હોય. દા.ત. જે વ્યક્તિનું સતર ખુલ્લું હોય, અથવા સંડાસ તથા બાથરૂમમાં હોવાની સૂરતમાં સલામ કરવી વગેરે. આવા સમયે સલામ કરવી હયા ના વિરુદ્ધ હોવાથી મનાઈ છે.
(૪) ફિત્નાનો ડર હોવો :- એટલે કે જેને સલામ કરવામાં ફિત્નામાં પડવાનો ડર અને ખોફ હોય. જેમ કે ગેર મહરમ સ્ત્રીને સલામ કરવી વગેરે. આવા સમયે સલામ કરવાની મનાઈ ફિત્નામાં પડવાથી બચવાના કારણના લીધે છે.
   સારાંશ કે આ ચાર કાયદા રૂપી મોકા છે જ્યાં સલામ કરવી મનાઈ તથા મકરૂહ છે.

સલામ વિષે વિભિન્ન મસાઈલ

   સલામ વિષેની ઉપરોક્ત માહિતી જાણ્યા બાદ હવે છેલ્લે સલામ વિષેના અમુક મસાઈલ જાણી લઈએ.
● મસ્અલહ :- લેખિત માં આવેલ સલામ નો જવાબ આપવો પણ વાજીબ એટલે કે જરૂરી છે. જેમ કે કાગળ, અથવા સોશિયલ મીડિયા કોઈ પ્લેટફોર્મ ના માધ્યમથી કરવામાં આવે.
   અલબત્ત લેખિતમાં આવેલ સલામ નો જવાબ લેખિત માં આપવો જરૂરી નથી, બલ્કે મૌખિક એટલે કે બોલીને પણ આપી શકાય છે. [વધુ વિગત માટે જુઓ ઈસ્લાહી આર્ટિકલ / સબક નંબર : ૨૩૪]
● મસ્અલહ :- અલવિદા વખતે “ ખુદા હાફિઝ ” ની જગ્યાએ સલામ કરવી સુન્નત છે. એવી જ રીતે ફોનમાં વાત પૂર્ણ થતા સલામ કરીને ફોન કાપવો જોઈએ, ના કે ખુદા હાફિઝ અથવા અલ્લાહ હાફિઝ. [વધુ વિગત માટે જુઓ ઈસ્લાહી આર્ટિકલ / સબક નંબર : ૨૩૨]
● મસ્અલહ :- ઘરમાં દાખલ થતી વખતે પણ સલામ કરી દાખલ થવું સુન્નત છે. તે માટે ઘરમાં દાખલ થતી વખતે સલામ કરીને દાખલ થવાની આદત પાડવી જોઈએ.
● મસ્અલહ :- કોઈ વ્યક્તિ બીજાનો સલામ આપણને પહોંચાડે તો મુસ્તહબ છે કે સલામ ના જવાબમાં પહોંચાડનાર ત્રીજા વ્યક્તિને પણ સામેલ કરી લઈએ.
   ત્રીજા વ્યક્તિને સલામ ના જવાબ માં સામેલ કરીને જવાબ આપવાની રીત નિમ્ન મુજબ છે.
☜ وَعَلَیْكَ وَعَلَيْهِ السَّلَامُ وَرَحْمَةُ اللهِ وَبَرَکَاتُهٗ.
વઅલક વ'અલયહિસ્ સલામુ વરહ્મતુલ્લાહી વબરકાતુહૂ. (એકવચન માટે)
☜ وَعَلَیْکُمْ وَعَلَيْهِمُ السَّلَامُ وَرَحْمَةُ اللهِ وَبَرَکَاتُهٗ.
વઅલકૂમ્ વ'અલયહિમુસ્ સલામુ વરહ્મતુલ્લાહી વબરકાતુહૂ. (બહુવચન માટે)
[વધુ વિગત માટે જુઓ ઈસ્લાહી આર્ટિકલ / સબક નંબર : ૩૯૨]
•┄┅❂ ❖ સમાપ્ત ❖ ❂┅┈•
─━━━━━━⊱✿⊰━━━━━━─
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)