ઈસ્લામ માં હલાલ - હરામ નો આધારસ્તંભ શું છે..?

Ml Fayyaz Patel
0

ઈસ્લામી આર્ટિકલ્સ

   ઈસ્લામ માં અમુક વસ્તુઓ હલાલ છે અને અમુક હરામ છે. તો ઈસ્લામ માં કોઈ પણ વસ્તુના હલાલ અને હરામ હોવાનું પ્રમાણભૂત યાને આધારસ્તંભ શું છે..? કઈ વસ્તુના આધારે તેને હલાલ અથવા હરામ કહેવામાં આવે છે..? તેને અહીં નીચે રજુ કરવામાં આવે છે.
   ઈસ્લામ માનવીની ફિતરત અને રચનાત્મક બનાવત ને આધીન છે તેથી ઈસ્લામ માં દરેક તે વસ્તુ જે શુદ્ધ, માનવ સ્વભાવને આનંદદાયક, આરોગ્યપ્રદ અને ફાયદાકારક છે તેને ઈસ્લામ હલાલ ઠેરાવે છે. અને જે વસ્તુ માનવી તબીયત અને ફિતરત ને અનુકૂળ ન હોય બલ્કે નાપસંદ, ખરાબ તેમજ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક અથવા નકામી હોય છે તેને હરામ ઠેરાવામાં આવી છે.
   તેથી જો ઈસ્લામ ના ઉપદેશો નું બારીકાઈ અને ઊંડાણમાં અધ્યયન કરવામાં આવે તો ખબર પડશે કે તેનો દરેક આદેશ તથા માર્ગદર્શન માનવી આદતો અને સ્વભાવ ને નહીં બલ્કે તેની ફિતરત અને રચનાત્મક બનાવટને બિલકુલ અનુકૂળ છે. પરંતુ આજકાલ માનવીનો વ્યક્તિગત સ્વભાવ અને માહોલથી પ્રભાવિત થઈ, પડેલ માનવી આદતો માનવીની અસલ ફિતરત અને પ્રાકૃતિક રચના ની ઉપર ગાલીબ અને પ્રભાવી હોવાને લીધે ઘણા લોકો આ વસ્તુને સમજવાથી વંચિત છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)