ઈસ્લામમાં પુરુષ અને સ્ત્રીના દરમિયાન બરાબરી નો મામલો કેમ નથી..?

Ml Fayyaz Patel
0

۩۩ ઈસ્લામી આર્ટિકલ્સ ۩۩

સવાલ :
   સામાન્ય રીતે જોવામાં આવે છે કે ઈસ્લામમાં સ્ત્રી અને પુરુષ દરમિયાન અધિકારો વગેરેમાં બરાબરી જોવા નથી મળતી, જ્યારે કે આ તો ન્યાયના બિલકુલ વિરુદ્ધ છે.
જવાબ :
   વાસ્તવિક રીતે જોવામાં આવે તો ઈસ્લામે સ્ત્રી પુરુષો દરમિયાન જે અધિકારો વિભાજિત કર્યા છે તે જ ન્યાયને પાત્ર છે. કેમ કે ઈસ્લામી દ્રષ્ટિએ બરાબરી નો મતલબ દરેકને એક સરખું મળે આ નથી જેમ કે પશ્ચિમ ની વિચારધારા છે.
   બલ્કે ઈસ્લામમાં બરાબરી નો સહીહ મફહૂમ આ છે કે જેના માટે જે યોગ્ય અને જરૂરી છે તેને તે આપવામાં આવે અને આ જ મફહૂમ ન્યાય ને પાત્ર છે. તેમજ સ્ત્રીની રચનાત્મક બનાવટ ને અનુકૂળ છે.
   બીજું કે જ્યારે કુદરતે સર્જનાત્મક રીતે સ્ત્રી અને પુરુષ દરમિયાન તફાવત રાખ્યો છે, અંગોની રચનામાં તફાવત, રંગમાં તફાવત, શારિરીક શક્તિમાં તફાવત, સ્વાદ અને સ્વભાવ માં તફાવત, અહીં સુધી કે તેઓની પસંદ અને નાપસંદ માં પણ તફાવત રાખ્યો છે. તો પછી આપણે કેમ તેઓ દરમિયાન બરાબરીની માંગણી કરીએ..? શું આ રીતની બરાબરી ની માંગણી પ્રકૃતિના નિયમોના વિરુદ્ધ નથી..?
   યાદ રહે કે કુદરતે સ્ત્રીની માનસિક અને શારિરીક રચના જોતાં તેના માટે જે જીવન પદ્ધતિ નક્કી કરી છે, તેમાં જ તેના માટે શારિરીક અને માનસિક વિકાસ અને આરામ હોય છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)