જેની રકાત છુટી હોય તે ઈમામ સાહેબ સાથે છેલ્લા કાયદામાં શું પઢે..?
મસ્બૂક એટલે કે જેની એક અથવા વધારે રકાતો છુટી હોય તે વ્યક્તિ છેલ્લી રકાતના કાયદામાં ઈમામ સાહેબ સાથે શું પઢે..? માત્ર અત્તહિય્યાત પઢે કે પછી અત્તહિય્યાત, દુરૂદ શરીફ અને દુવાએ માષૂરા પણ પઢે..?
સ્પષ્ટીકરણ
જેની રકાત છુટી હોય તેના વિષે છેલ્લા કાયદા બાબત હુકમ આ છે કે તે વ્યક્તિ છેલ્લા કાયદામાં ફક્ત અત્તહિય્યાત પઢે. દુરૂદ શરીફ અને દુવાએ માષૂરા ન પઢે.
અને અત્તહિય્યાત ધીરે ધીરે એ રીતે પઢે કે એક તરફ ઈમામ સાહેબ અત્તહિય્યાત, દુરૂદ શરીફ અને દુવાએ માષૂરા ખતમ કરે. તો બીજી તરફ રકાત છોડનાર માત્ર અત્તહિય્યાત ખતમ કરી રહે. અને જો ઈમામ સાહેબના સલામ ફેરવતા પહેલા તેની અત્તહિય્યાત ખતમ થઈ જાય તો ફરી વાર અત્તહિય્યાત પઢવાનું ચાલુ કરી આપે.
[ومنها] أن المسبوق ببعض الركعات يتابع الإمام في التشهد الأخير وإذا أتم التشهد لا يشتغل بما بعده من الدعوات ثم ماذا يفعل تكلموا فيه وعن ابن شجاع أنه يكرر التشهد أي قوله : أشهد أن لا إله إلا الله وهو المختار.
كذا في الغياثية والصحيح أن المسبوق يترسل في التشهد حتى يفرغ عند سلام الإمام. كذا في الوجيز للكردري وفتاوى قاضي خان وهكذا في الخلاصة وفتح القدير.
(الھندیة : ١ / ٩١)
આ વાત પણ યાદ રહે કે જો કોઈ એવો વ્યક્તિ જેની રકાત છુટી હોય તે છેલ્લા કાયદામાં ઈમામ સાહેબ સાથે અત્તહિય્યાત, દુરૂદ શરીફ અને દુવાએ માષૂરા ત્રણેય પઢી લે છે તો ભલે તેણે આવુ ન કરવું જોઈતું હતું, પરંતુ તેની નમાઝ પર કોઈ અસર પડશે નહીં. અને તેના માટે સજ્દ-એ સહવ પણ જરૂરી નથી. બલ્કે આના વગર જ તેની નમાઝ સહીહ થઈ જશે.
સારાંશ કે જેની રકાતો છુટી હોય તે વ્યક્તિ છેલ્લા કાયદામાં ઈમામ સાહેબ સાથે ફક્ત અત્તહિય્યાત પઢશે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59