મહિલા પર થતો આધુનિક જુલ્મ
એક યુગ તે હતો જેમાં મહિલાને બાળકીના રૂપમાં જીવતી દાટી દેવામાં આવતી હતી. હુઝૂર ﷺ એ આ પ્રથા ખતમ કરી મહિલાને સન્માનિત જીવન આપ્યું.
ત્યારબાદ ફરી એક યુગ તે આવ્યો જેમાં શણગારેલી મહિલાને એક અંધશ્રદ્ધાને લીધે દરિયામાં બલી રૂપે ચઢાવવામાં આવતી હતી. જેને હઝરત ઉમર રદી. એ ખતમ કરી.
હવે લોકો એવું સમજે છે કે મહિલા પર થતો આ અત્યાચાર ખતમ થઈ ગયો છે. જ્યારે કે હકીકત આ છે કે અત્યાચાર ખતમ નથી થયો બલ્કે તરીકો બદલાયો છે. આજના આધુનિક યુગમાં હવે તેણી સ્વતંત્રતા અને બરાબરીના નામે બિઝનેસ અને કમાણીના એક સાધન તરીકે ઉપયોગમાં લેવાય રહી છે.
બસ પ્રાચીન અને આધુનિક અત્યાચાર માં અંતર ફક્ત આટલું છે કે પ્રાચીન સમયમાં મહિલા પર થતા અત્યાચારમાં તેની મરજી સામેલ ન હતી. અને આજના આધુનિક અત્યાચારમાં તેની મરજી પણ સામેલ થઈ ગઈ છે.
આ જ તે અત્યાચાર છે જેનાથી મુક્તિ માટે ઈસ્લામે પહેલેથી જ તેને પડદાનો આદેશ આપ્યો છે અને પરાયા પુરૂષો સાથે મેળમિલા૫ થી બચવાની તાકીદ કરી છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59