તમે પહેલા કોણ છો..? માણસ કે મુસલમાન..?
સવાલ
ઘણા લોકો એવું બોલે છે કે પહેલા તમે ઈન્સાન છો, પછી મુસલમાન તથા અન્ય ધાર્મિક વ્યક્તિ છો. તો શું આ સહીહ છે..?
જવાબ
આ વિષયમાં સૌપ્રથમ આ સમજી લેવામાં આવે કે મુસલમાન હોવાનો મતલબ શું છે. જવાબ આપોઆપ ખબર પડી જશે, જેની વિગત નીચે મુજબ છે.
માણસ પોતાની જાતને પહેલા ઓળખે કે તેની હકીકત શું છે..? તો માણસ ની હકીકત દરઅસલ અલ્લાહ તઆલા ની સૃષ્ટિ (મખ્લુક) હોવાને લીધે બંદો (મુસલમાન) હોવું છે. અને માણસ હોવું એ બંદો (મુસલમાન) હોવાનું જાહેર કરવા માટે નું એક રૂપ છે. ખબર પડી કે હકીકતમાં પહેલા મુસલમાન (બંદો) હોવું છે. અને ત્યારબાદ ઈન્સાન હોવું છે.
આ જ વસ્તુને એક બીજા એંગલથી સમજીએ કે વિચારો કે જો તમે ઈન્સાન ન હોત તો શું હોત..? કાં તો પ્રાણી હોત, કાં તો જીન્નાત હોત, કાં તો કોઈ નિર્જીવ વસ્તુ હોત. આ બધા પૈકી કોઈ એક હોવાની સૂરતમાં તમે સૃષ્ટિ (મખ્લુક) હોવાને લીધે બંદો તો છો, પરંતુ માણસ નથી. કેમ કે દરેક તે વસ્તુ જેને અલ્લાહ તઆલા એ પેદા કરી છે તે અલ્લાહ તઆલા ના આદેશ ને આધીન (તાબે) હોવાને લીધે તે દરેક વસ્તુ તેનો બંદો જ છે.
હવે જુઓ કે ઈન્સાન સિવાય બીજી જેટલી પણ વસ્તુઓ છે તે બધી જ ઈન્સાન નથી, છતાંય અલ્લાહ ના બંદા જરૂર છે. ખબર પડી કે બંદો હોવું હકીકત છે, જેના વિવિધ રૂપો છે કે કેટલાક પ્રાણીઓ ના રૂપમાં બંદા છે, તો કેટલાક નિર્જીવો ના રૂપમાં બંદા છે, તો કેટલાક ઈન્સાનો ના રૂપમાં બંદા છે. મતલબ બંદો હોવું હકીકત અને વાસ્તવિકતા છે. ઈન્સાન હોવું તો માત્ર મુસલમાની જાહેર કરવા માટેનું એક રૂપ છે.
તે માટે આ સમજવું કે પહેલા તમે ઈન્સાન છો, પછી મુસલમાન છો સહીહ નથી.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59