۩۩ ઈસ્લામી આર્ટિકલ્સ ۩۩
આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે રસ્તા ઉપર મુકેલા લીબું અને મરચાં પર પગ ન મુકવો જોઈએ. નહીંતર કોઈ આડ અસર, અથવા જીન્નાત, ભૂત અથવા કોઈ પણ નુકસાન થઈ શકે છે.
શુદ્ધિકરણ
આ વસ્તુ એક હિન્દુ માન્યતા અનુસાર એક પ્રક્રિયા હેઠળ મુકવામાં આવે છે. જેની વિગત આ છે કે બુરી નજરથી બચવા માટે તેઓ ઘર અને ઓફિસમાં બાંધેલા લીંબુ મરચાને દૂર કરી ચાર રસ્તા ઉપર ફેંકે છે જેથી લોકો તેના પરથી પસાર થાય અને તેનો ફાયદો ફેકવા વાળાને થાય.
તેઓની માન્યતા અનુસાર જે લોકો રસ્તા પર પડેલા લીંબુ મરચાં પર પગ મૂકે છે તેના જીવનમાં મુશ્કેલીઓનો પહાડ તૂટી પડે છે કારણકે એવું માનવમાં આવે છે કે લીંબુ મરચાં ફેકવા વાળી વ્યક્તિની બધી મુશ્કેલીઓ અને કષ્ટ બીજી વ્યક્તિ ઉપર ઉતરી જાય છે. અને એટલે જ એવું કહેવામા આવે છે કે રસ્તા પર પડેલા લીંબુ મરચાં પર ક્યારેય પગ ન મૂકવો.
જ્યારે કે ઈસ્લામી દ્રષ્ટિએ આ બધી વાહિયાત અને અંધશ્રદ્ધા પર આધારિત વસ્તુઓ છે. આ બધાનું ઈસ્લામ માં કોઈ સ્થાન નથી.
સારાંશ કે લીબું અને મરચાં પણ એક અનાજ હોવાથી અદબ ના ખાતર તેના પર પગ ન મુકવો જોઈએ. બાકી આપણને કોઈ નુકસાન પહોંચશે એ રીતનું માનવું સહીહ નથી.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59