ઈસ્લામી આર્ટિકલ્સ
ઈસ્લામ માં પોતે મૃત્યુ પામેલ જાનવર ખાવું હરામ છે. જ્યારે કે ઝબહ કરવા પર મૃત્યુ પામેલ જાનવર હલાલ છે. તો આ બન્ને દરમિયાન શું ફરક છે કે એક હરામ છે તો બીજું હલાલ..? આવું કેવું કે જેને અલ્લાહ મોત આપે તે હરામ, અને જેની મોતનો સબબ (ઝબહ કરવાની સૂરતમાં) માણસ બને તે હલાલ..? આની હિકમત નીચે વર્ણવામાં આવે છે.
મૃતક એટલે કે આપોઆપ મરનાર જાનવરમાં માણસના સ્વાસ્થ્ય ને સંબંધિત અમુક નુકસાનકારક ખરાબીઓ ને લીધે ઈસ્લામે તેને ખાવાની મનાઈ ફરમાવી છે જે નીચે મુજબ છે.
➊➤ મૃતક જાનવર મૃત્યુ બાદ ખૂબ જ ઝડપથી સડવાનું શરૂ કરે છે. તેનું માંસ દુર્ગંધયુક્ત અને ખરાબ સ્વાદવાળું બની જાય છે. જેના લીધે સારી તબીયતવાળા લોકો તેને ખાવાનું પસંદ નથી. કેમ કે આ વસ્તુ માનવ સ્વભાવને અનુકૂળ છે કે તેને સ્વાદિષ્ટ અને સુગંધિત વસ્તુઓ ગમે છે અને દુર્ગંધયુક્ત અને સ્વાદહીન વસ્તુઓને ટાળે છે.
જ્યારે કે ઝબહ થનાર જાનવરમાં લોહી વહાવી દેવામાં આવતું હોવાને લીધે આવું નથી હોતું.
➋➤ મૃતક જાનવર પ્રત્યે આ ખબર નથી હોતી કે આ જાનવરનું મૃત્યુ ક્યા કારણસર થયું છે. જેથી સંભાવના હોય છે કે તેણે કોઈ ઝેરી પદાર્થ ખાઈ લીધો હોય, અથવા કોઈ રોગથી મૃત્યુ પામ્યું હશે. તો આ સૂરતોમાં, ઝેરી પદાર્થ અથવા સૂક્ષ્મજંતુઓ મૃતક જાનવર ના શરીરમાં બાકી રહે છે અને તેનું માંસ ખાવાથી તે ખાનાર વ્યક્તિના શરીરમાં સ્થાનાંતરિત પણ થઈ શકવાના કારણે માણસના સ્વાસ્થ્ય ને નુકસાન પહોંચાડે છે માટે તેને ખાવું ઈસ્લામે મનાઈ કરી છે.
જ્યારે કે ઝબહ થનાર જાનવર તો સ્વભાવિક છે કે માણસ સ્વાસ્થ્ય જાનવર ને ઝબહ કરતો હોય છે જેમાં આ રીતની સમસ્યા ન હોવાથી કોઈ વાંધો હોતો નથી.
➌➤ મૃતક જાનવરના શરીરમાં લોહી અને અન્ય પ્રવાહી તેમાં જ બાકી રહી થીજી અને જામી જાય છે અને આ વસ્તુ માનવ શરીર માટે નુકસાનકારક હોય છે. જ્યારે કે ઝબહ કરવાની સૂરતમાં આ રીતનું થતું નથી.
ઉપરોક્ત વર્ણવેલ કારણો તથા તફાવતના લીધે માનવ સ્વાસ્થ્ય ને ધ્યાનમાં લેતા ઈસ્લામ મૃતક જાનવરને ખાવાની મનાઈ કરે છે અને ઝબહ થનાર જાનવરની મંજૂરી આપે છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59