પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે તો ઈસ્લામ માં પરિવર્તન કેમ નહીં..?

Ml Fayyaz Patel
0
પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે તો ઈસ્લામ માં પરિવર્તન કેમ નહીં..?
સવાલ

   જ્યારે પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે તો દોઢ હજાર વર્ષો વિત્યા છતાંય ઈસ્લામ માં પરિવર્તન કરવામાં કેમ નથી આવતું..? ઈસ્લામ માં આજે પણ તે જ તાલીમ આપવામાં છે જે તે સમયમાં આપવામાં આવતી હતી.

જવાબ

   હાં..! આ વાત બિલકુલ સાચી છે કે પરિવર્તન પ્રકૃતિ (ફિતરત) નો નિયમ છે. પરંતુ પ્રકૃતિનો આ નિયમ પ્રાકૃતિક વસ્તુઓ માટે નથી, બલ્કે તે વસ્તુઓ માટે છે જે પ્રાકૃતિક સિવાયની છે.
   જ્યાં સુધી વાત છે ઈસ્લામી તાલીમ ની તો ઈસ્લામી તાલીમ તથા તેના સિદ્ધાંતો પ્રાકૃતિક છે. એટલે કે ઈસ્લામ નો દરેક આદેશ માનવી ફિતરત ને અનુરૂપ છે. તો જ્યારે ઈસ્લામી તાલીમ સ્વયં પ્રાકૃતિક છે તો સ્વભાવિક છે કે પરિવર્તન નો આ નિયમ તેના પર લાગુ નહીં પડે.
   ઈસ્લામ ના પ્રાકૃતિક દીન હોવાનો મતલબ આ નથી કે સમયની આવશ્યકતા અને જરૂરત ને લીધે તેમાં પરિવર્તન લાવવું પડે, બલ્કે મતલબ આ છે કે તેની તાલીમ અને સિદ્ધાંતો એવા છે જે દરેક સ્થિતિ, અને દરેક યુગમાં પરિવર્તન વગર સમયને અનુસાર માર્ગદર્શન આપે છે અને સહાયભૂત બને છે. આ મતલબ છે ઈસ્લામ ના પ્રાકૃતિક દીન હોવાનો.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)