ઈસ્લામ માં મ્યુઝિક કેમ હરામ છે..?

Ml Fayyaz Patel
0

ઈસ્લામી આર્ટિકલ્સ

સવાલ :
   ઈસ્લામ મ્યુઝિક ને હરામ ઠેરાવે છે તો સવાલ આ છે કે ઈસ્લામ માં મ્યુઝિક કેમ હરામ છે..?
જવાબ :
   નિ:શંક ઈસ્લામ એક પ્રાકૃતિક (ફિતરી) મઝહબ (દીન) છે. એટલે કે તેના દરેક ઉપદેશો માનવીની ફિતરત (પ્રાકૃતિક રચના) ને અનુકૂળ છે. દરેક તે વસ્તુ જે માનવીની પ્રાકૃતિક રચનાને અનુકૂળ ન હોય અથવા નુકસાનકારક હોય ઈસ્લામ તેની મનાઈ કરે છે અને તેના ઉપર પ્રતિબંધ લગાવે છે.
   મ્યુઝિક એક એવી વસ્તુ છે જેમાં સ્વર અને ધ્વનિનું એક ખૂબસૂરત મિલન હોય છે. બલ્કે તેમાં એક આધુનિક લય (Rhythm) પણ હોય છે. જેના લીધે મ્યુઝિક માનવીના શરીર, દિમાગ, દિલ અને ભાવનાઓ પર ખાસો પ્રભાવ પાડે છે. જ્યાં એક તરફ આનો સકારાત્મક અસર જોવા મળે છે ત્યાં તેનો નકારાત્મક અસર તેનાથી વધુ પ્રમાણમાં જોવા મળે છે.
   Journal of psychophysiology ના ૧૯૯૭ ના અંકમાં પ્રકાશિત થયેલા એક અંકમાં ત્રણ પશ્ચિમી સંશોધકો Nyklicek, Theyer અને Van Doornen એ પુરાવા સાથે આ વાત લખી છે કે “ મ્યુઝિક સાંભળનારા ઓ પર મ્યુઝિક ના વિવિધ પ્રકાર સૌપ્રથમ માનવીની શ્વાસ પર અસર કરે છે જેમ કે દિલના ધબકારા નું ઝડપી અથવા ધીમું હોવું, તેમજ શ્વાસ ની રફતાર માં વધારો ઘટાડો થવો વગેરે ” એવી જ રીતે મ્યુઝિક માનવીના દિમાગ ના તે હિસ્સા પર પણ અસર કરે છે જે હિસ્સો સામાન્યપણે માનવીની ભાવનાઓ ને કંટ્રોલ કરે છે. આ જ કારણે કેટલીય વખત મ્યુઝિક ના નશામાં ચૂર વ્યક્તિ ભાવુક બની કેટલીક એવી ભૂલો કરી બેસે છે જેનો તેને એહસાસ તક નથી હોતો.
   કેટલાક સંશોધનોએ માનવ શરીરમાં સંગીત દ્વારા સર્જાતી વિશેષ પ્રતિક્રિયાની સ્થિતિ પર પ્રકાશ પાડ્યો છે, જેને “ રોમાંચ ” કહેવામાં આવે છે. એટલે કે તીવ્ર આનંદ અથવા ભાવનાત્મક સ્થિતિને કારણે શરીરમાં ઉત્તેજનાની પરિસ્થિતિ સર્જાય છે. સંગીતમાંથી આવી પ્રતિક્રિયા શરીરમાં એક સામાન્ય બાબત છે જે સંશોધન દ્વારા જાણવા મળે છે. જ્યારે ગાયન સાથે મ્યુઝિક નું પણ મિલન થઈ જાય છે, ત્યારે ગીતો એટલા શક્તિશાળી બની જાય છે કે તે સાંભળનારા ઓ ની લાગણીઓ સાથે રમવાની ખૂબ શક્તિ ધરાવે છે. જેનું પરિણામ આ નિકળી આવે છે કે સાંભળનારાઓ ની કામવાસના અને બેહયાઈ ની શક્તિ પ્રોત્સાહન ના રૂપમાં અનેક ગણી વધી જાય છે.
   મ્યુઝિક માણસ મનોરંજન અથવા આધ્યાત્મિક શાંતિ મેળવવા માટે સાંભળતા હોય છે. તેથી મ્યુઝિક શરૂઆતમાં સ્વાદિષ્ટ તો લાગે છે, પરંતુ વાસ્તવમાં વ્યક્તિ પર તેની ખરાબ અસર પડે છે. સંગીત સાંભળવાથી માણસનું હૃદય રોગગ્રસ્ત થઈ જાય છે. અમેરિકન વિચારક અને પ્રોફેસર એલન બ્લૂમ પોતાના શબ્દોમાં લખતા કહે છે કે “ Junk Food for Soul ” (મ્યુઝિક એ આત્મા માટે કચરો ખોરાક છે.) એટલે કે આત્માના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સામાન્ય રીતે મ્યુઝિક દ્વારા આંતરિક રીતે બે પ્રકારના રોગ થાય છે. શંકા અને કામના. આ બન્નેનો સંબંધ દિલ સાથે હોય છે આથી કરીને મ્યુઝિક ના નશામાં વ્યસ્ત લોકો આ બે પ્રકારની બિમારીઓ નો સામનો કરતા નજર આવે છે.
   સારાંશ કે મ્યુઝિક માનવીના શારિરીક, માનસિક તેમજ આંતરિક રીતે નુકસાનકારક હોવાની સાથે સમાજમાં અનૈતિકતા તેમજ અશ્લીલતા માટે પ્રોત્સાહન નું રૂપ ધારણ કરતું હોવાને લીધે ઈસ્લામ માનવી ભલામણ માટે તેને હરામ ઠેરવે છે.
આ પણ વાંચી શકો છો.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)