શું બ્રહ્માંડ ની વ્યવસ્થા આપોઆપ ચાલી રહી છે..?
સવાલ
એક ભાઈનું કહેવું છે કે આ બ્રહ્માંડમાં સવાર સાંજ, સૂરજ નું ઊગવું તથા આથમવું બધું આપોઆપ ચાલી રહ્યું છે તો તેને શું જવાબ આપવામાં આવે..?
જવાબ
આ જે સવાલ કરવામાં આવ્યો છે કે શું બ્રહ્માંડ ની વ્યવસ્થા આપોઆપ ચાલી રહી છે..? આ દરઅસલ બ્રહ્માંડ ના અસ્તિત્વ ના સવાલ પર નિર્ભર છે કે બ્રહ્માંડ નું અસ્તિત્વ કઈ રીતે થયું..? જો આનો જવાબ મેળવી લઈએ તો ઉપરોક્ત સવાલ પણ આપોઆપ હલ થઈ જશે. તે માટે નીચે સૌપ્રથમ આ વિષેની માહિતી જોઈ લઈએ.
બ્રહ્માંડ કઈ રીતે વજૂદમાં આવ્યું આ વિષે બુનિયાદી તોર પર બે પ્રકારની વિચારધારા જોવા મળે છે.
(૧) આખા બ્રહ્માંડ નો સર્જક એક ખુદા (અલ્લાહ તઆલા) છે, અને તે જ આખા બ્રહ્માંડ ને ચલાવી રહ્યો છે.
(૨) આખું બ્રહ્માંડ કોઈ પણ સર્જક વિના આકસ્મિક તથા યોગાનુયોગ આપોઆપ અસ્તિત્વમાં આવી ગયું. અને અત્યારે પણ આપોઆપ ચાલી રહ્યું છે.
બ્રહ્માંડ અને જીવનની રચનાના દૃષ્ટિકોણ સાથે એક વ્યક્તિના મૂળભૂત અકાઈદનો ઘણો ઊંડો સંબંધ હોય છે. તે માટે કોઈ પણ સામાજિક સિદ્ધાંત તથા જીવનની ફિલસૂફી મજબૂત તર્કસંગત અને નક્કર દલીલ સાથે હોવી જરૂરી છે. તે માટે બીજા નંબરની વિચારધારા (આપોઆપ) ની તર્કસંગત દલીલ જાણીએ જેથી ખબર પડે કે આ થિયરીમાં કેટલી સચ્ચાઈ છે. આ વિષે આપણે ડાર્વિન નો ઉત્ક્રાંતિ નો સિદ્ધાંત તથા બિગ બેંગ થિયરી પણ વાત નહીં કરીએ, પરંતુ અત્યારના પ્રખ્યાત સ્ટીફન હોકિંગ ની થિયરી વિષે જાણીએ કે તેણે આ બાબત શું થિયરી આપી છે.
વૈજ્ઞાનિકો Super-String-Theories ને ભેગી કરી એક નવી થિયરી પર કામ કરી રહ્યા છે જેને M-Theory નું નામ દેવામાં આવે છે. અને આ થિયરી દ્વારા બ્રહ્માંડ ની આપોઆપ રચનાની થિયરીને તાર્કિક રૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
દરઅસલ આ બ્રહ્માંડ ના અસ્તિત્વ માટે તેઓ ગુરૂત્વાકર્ષણ ના નિયમને માનવો જરૂરી સમજે છે, અને બીજી તરફ કહે છે કે બ્રહ્માંડ નહીવત (nothing) થી અસ્તિત્વમાં આવ્યું. જેમ કે સ્ટીફન હોકિંગ (ધ ગ્રાન્ડ ડિઝાઇન પેજ ૨૨૭ માં) લખે છે કે...
Because there is a law like Gravity, Universe can and will create Itself from Nothing.
(કારણ કે ગુરુત્વાકર્ષણનો એક નિયમ છે, તેથી તે બ્રહ્માંડ શૂન્યથી પોતાને બનાવી શકે છે અને બનાવશે!)
સારાંશ કે બ્રહ્માંડ માં કંઈ જ ન હતું એટલે કે નહીવત્ હતું અને આપોઆપ અસ્તિત્વમાં આવ્યું. આપોઆપ કઈ રીતે તો કહે છે કે ગુરુત્વાકર્ષણ ને લીધે. તો અહીં પોઈન્ટ ની વાત જ આ છે કે જો નહીવત્ હોય તો ગુરુત્વાકર્ષણ નહીં હોય. અને ગુરુત્વાકર્ષણ હોય તો તે નહીવત્ નહીં કહેવાય.
ફરી આ જ વૈજ્ઞાનિકો આગળ આ જ પેજ પર લખે છે કે આ આપોઆપ સર્જન જ છે જેના લીધે nothing ની જગ્યાએ something છે. બ્રહ્માંડ કેમ મોજૂદ છે તેના માટે ખુદાને વચમાં લાવવાની જરૂર નથી. તો જનાબ તમે પોતે કહો છો કે બ્રહ્માંડ આપોઆપ બન્યું પરંતુ ગુરુત્વાકર્ષણ ને લીધે, તો પછી આ પણ તો બતાવો આ ગુરુત્વાકર્ષણ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું..?
સારાંશ કે આ ખૂબ જ લાબી ચર્ચા છે અહીં ટૂંકમાં પટાવતા એટલું જ સાબિત કરવા માંગુ છું કે બ્રહ્માંડની શરૂઆત પહેલાં ગુરુત્વાકર્ષણનો નિયમ અસ્તિત્વમાં હતો એવી ધારણાને ફરજ પાડીને, વૈજ્ઞાનિકો પાસે અચાનક સર્જનનો કોઈ નક્કર પુરાવો નથી, કોઈ સિદ્ધાંતને વૈજ્ઞાનિક બનાવવા માટે દબાણ કરવું અથવા તેનું વિના દલીલ ખેચમતાણ કરવું આ એક અનોખું ઉદાહરણ છે જે પોતે જ અવૈજ્ઞાનિક, બિન તાર્કિક છે. આને આધુનિક વિજ્ઞાનના બ્રહ્માંડની રચનાની સૌથી બિન તાર્કિક પૂર્વધારણા પણ કહી શકાય છે.
ઉપરોક્ત ચર્ચા થી આટલી વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે બ્રહ્માંડ ના અસ્તિત્વ જેવા મુદ્દા પર તર્કસંગત દલીલ વગર અથવા ધારણા વગરની દલીલ દ્વારા બળજબરીથી બ્રહ્માંડ ના અસ્તિત્વને આપોઆપ માનવું અને તેના આધારે અત્યારની વ્યવસ્થા ને આપોઆપ કહેવી ધડ વગરના શરીર જેવી વાત છે. માટે આ વાત તાર્કિક રીતે બિલકુલ અમાન્ય છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59