અલ્લાહ તઆલા નો વજૂદ ક્યારથી છે..?
સવાલ
અમુક નાસ્તિકો સવાલ કરે છે કે એવું કેવી રીતે શક્ય બને કે અલ્લાહ તઆલા હમેશા થી છે અને હમેશા રહેશે..? એટલે કે તેના વજૂદનો કોઈ જ પ્રારંભ અને અંત ન હોય..? ભલે હજાર નહીં, લાખો નહીં, મીલીયન નહીં પણ કોઈ તો આંકડો હોવો જ જોઈએ તેના પ્રારંભ અને અંતનો..?
જવાબ
પ્રારંભ અને અંત બન્ને સમયને સંબંધિત વસ્તુઓ છે, તેમજ સમયને બનાવનાર અલ્લાહ તઆલા છે, અને બનાવનાર અલ્લાહ (સર્જક) બનેલી વસ્તુઓ (સર્જન) માં નથી હોતો, બલ્કે તેની બહાર હોય છે. જેમ કે મશીન બનાવનાર મશીનમાં નથી હોતો બલ્કે તેની બહાર હોય છે.
જ્યારે અલ્લાહ તઆલા સમયના હેઠળ છે જ નથી તેના સર્જક હોવાને લીધે તો પછી તેના માટે સમયને સંબંધિત પ્રારંભ અને અંત કેવી રીતે સાબિત કરી શકાય..? તે માટે બીજી સર્જન વસ્તુઓ પર અનુમાન લગાવી સર્જક ને પણ સમયના હેઠળ માની તેના માટે પ્રારંભ અને અંત સાબિત કરવો તાર્કિક રીતે (logically) સહીહ નથી.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59