હઝરત મહેદીؓ નું જાહેર થવું હદીષ શરીફની રોશનીમાં

Ml Fayyaz Patel
0
હઝરત મહેદીؓ  નું જાહેર થવું હદીષ શરીફની રોશનીમાં
   આજકાલ લોકોમાં હઝરત મહેદીؓ ને લઈને ઘણી બધી વાતો પ્રચલિત થઈ રહી છે. તે માટે જરૂરી હતું કે હઝરત મહેદીؓ વિષે જે વાતો સહીહ અને દુરુસ્ત છે તેને લોકો સમક્ષ રજૂ કરવામાં આવે જેથી તેમના પ્રત્યે બનાવટી વાતોથી ધોકો ન ખાય શકાય.
હઝરત મહેદીؓ  નું નામ

   હઝરત મહેદીؓ નું નામ મુહમ્મદ અથવા અહમદ અને તેમના પિતાનું નામ અબ્દુલ્લાહ હશે, તેમજ તેઓ રસુલુલ્લાહ ﷺ ના ખાનદાનમાં થી હશે. [અબૂ દાઉદ શરીફ : ૪૨૮૨]
☜ عَنِ النَّبِيِّ ﷺ ‌‌‌‌‌‏قَالَ : لَوْ لَمْ يَبْقَ مِنَ الدُّنْيَا إِلَّا يَوْمٌ، حَتَّى يَبْعَثَ فِيهِ رَجُلًا مِنِّي أَوْ مِنْ أَهْلِ بَيْتِي يُوَاطِئُ اسْمُهُ اسْمِي وَاسْمُ أَبِيهِ اسْمَ أَبِي. [ابو داؤد شريف : ٤٢٨٢]
હઝરત મહેદીؓ  ના જાહેર થવાનો સમય

   હઝરત મહેદીؓ ના જાહેર થવાનો સમય કયામતના નજદીક હશે. તેઓ હઝરત ઈસાؑ ના દુનિયામાં તશરીફ લાવ્યા પહેલા જાહેર થશે, તેમના જાહેર થવાનો કોઈ ચોક્કસ સમયનો તો ઉલ્લેખ નથી, પરંતુ તેની અલામતો નો ઉલ્લેખ મળે છે કે જ્યારે દુનિયામાં જુલ્મ, અન્યાય, અત્યાચાર, ફિત્ના વગેરે ખૂબ જ વધી જશે.
☜ قَالَ رَسُولُ اللَّهِ ﷺ كَيْفَ أَنْتُمْ إِذَا نَزَلَ ابْنُ مَرْيَمَ فِيكُمْ وَإِمَامُكُمْ مِنْكُمْ۔ [بخاری شریف : ۳۴۴۹]
☜ قَالَ رَسُوْلُ اللّٰهِ ﷺ ‌لَا تَقُوْمُ السَّاعَةُ حَتّٰی یَمْلِكَ رَجُلٌ مِّنْ اَھْلِ بَیْتِیْ اَجْلٰی اَقْنٰی یَمْلَاُ الْاَرْضَ عَدْلًا کَمَا مُلِئَتْ قَبْلَهُ ظُلْمًا یَکُوْنُ سَبْعَ سِنِیْنَ۔ [مسند احمد : ۱۲۹۲۱]
હઝરત મહેદીؓ  આ રીતે જાહેર થશે

   હઝરત મહેદીؓ ને પેદા થયા પછી થી લઈ મહેદી બનતા સુધી તેમને પોતે ખબર નહીં હોય કે મેં પોતે જ મહેદી છું, અસલમાં થશે એવું કે તેમના જાહેર થતાં પહેલા મદીનામાં એક ખલીફા મૃત્યુ પામશે, અને બીજા ખલીફા બનાવવા પ્રત્યે મુસલમાનો માં મતભેદ થશે.
   તો તે સમયે એક વ્યક્તિ એવા ભયથી કે તેને ખલીફા બનાવી દેવામાં ન આવે, મદીનાથી મક્કા આવતા રહેશે, જ્યારે તેઓ મક્કા હરમમાં આવી જશે ત્યારે તેઓ ત્યાં લોકોથી પોતાને છુપાવવાની કોશિશ માં હશે, ત્યારે જ લોકો તેમને હજરે અસ્વદ અને મકામે ઈબ્રાહિમ ના વચ્ચે ઓળખી લેશે અને તેમના હાથ પર તેમને ખલીફા બનાવવાની જીદ્દ કરીને બયઅત કરી લેશે, જ્યારે કે હઝરત મહેદીؓ પોતે ખલીફા બનવાનું બિલકુલ પસંદ નહીં કરે, પરંતુ અલ્લાહ તઆલા એક જ રાતમાં તેમની સુધારણા કરી આને લાયક બનાવી દેશે.
☜ عَنِ النَّبِيِّ ﷺ ‌‌‌‌‌‏قَالَ : يَكُونُ اخْتِلَافٌ عِنْدَ مَوْتِ خَلِيفَةٍ فَيَخْرُجُ رَجُلٌ مِنْ أَهْلِ الْمَدِينَةِ هَارِبًا إِلَى مَكَّةَ فَيَأْتِيهِ نَاسٌ مِنْ أَهْلِ مَكَّةَ فَيُخْرِجُونَهُ وَهُوَ كَارِهٌ، ‌‌‌‌‌‏فَيُبَايِعُونَهُ بَيْنَ الرُّكْنِ وَالْمَقَامِ۔ [ابو داود : ٤٢٨٦]
☜ قَالَ رَسُوْلُ اللّٰهِ ﷺ : اَلْمَهْدِیُّ مِنَّا اَھْلَ الْبَیْتِ یُصْلِحُهُ اللّٰهُ فِیْ لَیْلَةٍ۔ [مسند احمد : ١٢٩٢۵]
હજરત મહેદીؓ  ની ઉંમર

   હઝરત મહેદીؓ ના જાહેર થયા પછી તેમની ઉંમર ૭, ૮ અથવા ૯ વર્ષ બાકી રહેશે, અને આટલા ગાળામાં તેઓ દુનિયાને ન્યાયથી ભરી દેશે.
☜ عَنِ النَّبِيِّ ﷺ ‌‌‌‌‌‏قَالَ : يَكُونُ اخْتِلَافٌ عِنْدَ مَوْتِ خَلِيفَةٍ۔۔۔۔۔فَيَلْبَثُ سَبْعَ سِنِينَ ثُمَّ يُتَوَفَّى وَيُصَلِّي عَلَيْهِ الْمُسْلِمُونَ ، ‌‌‌‌‌‏قَالَ أَبُو دَاوُد:‌‌‌‏ قَالَ بَعْضُهُمْ:‌‌‌‏ عَنِ هِشَامٍ تِسْعَ سِنِينَ، ‌‌‌‌‌‏وَقَالَ بَعْضُهُمْ سَبْعَ سِنِينَ. [سنن ابی داوُد : ۴۲۸۶]
☜ وفي مسند أحمد " کَذٰلِكَ سَبْعَ سِنِیْنَ اَوْ ثَمَانَ سِنِیْنَ اَوْ تِسْعَ سِنِیْنَ ثُمَّ لَاخَیْرَ فِی الْعَیْشِ بَعْدَہُ اَوْ قَالَ: ثُمَّ لَاخَیْرَ فِی الْحَیَاۃِ بَعْدَہُ۔" [رقم الحديث : ١١٣٤٢]
હઝરત મહેદીؓ  ના જાહેર થયા પછીની પરિસ્થિતિ

   હઝરત મહેદીؓ ના જાહેર થયા પછી લોકોને ખબર પડતાં તેમની પાસે ભેગા થશે, અને તેઓની સાથે જોડાશે, તેઓ શરૂઆતમાં આર્થિક રીતે ઘણા કમજોર હશે પરંતુ અલ્લાહ તઆલા ની મદદ તેઓની સાથે રહેશે.
   ત્યાર બાદ તેમના વિરુદ્ધ (દુશ્મનો તરફથી) એક લશ્કર રવાના કરવામાં આવશે, તેઓ " બય્દા " નામી જગ્યાએ પહોંચશે તો અલ્લાહ તઆલા લશ્કરને જમીનમાં ધસાવી દેશે.
☜ قَالَ رَسُولُ اللَّهِ ﷺ : يَخْرُجُ نَاسٌ مِنَ الْمَشْرِقِ،‌‌‌‏ فَيُوَطِّئُونَ لِلْمَهْدِيِّ يَعْنِي سُلْطَانَهُ. [ابن ماجہ : رقم الحدیث ۴۰۸۸]
☜ قَالَ رَسُولُ اللَّهِ سَيَعُوذُ بِهَذَا الْبَيْتِ يَعْنِي الْكَعْبَةَ قَوْمٌ لَيْسَتْ لَهُمْ مَنَعَةٌ وَلَا عَدَدٌ وَلَا عُدَّةٌ يُبْعَثُ إِلَيْهِمْ جَيْشٌ حَتَّى إِذَا كَانُوا بِبَيْدَاءَ مِنْ الْأَرْضِ خُسِفَ بِهِمْ۔ [مسلم : رقم الحدیث ۷۲۴۳]
હઝરત મહેદીؓ  ની જાહેર થયા પછી ની ટુંકી માહિતી

   જેમ કે ઉપર બતાવ્યા મુજબ હઝરત મહેદીؓ ના જાહેર થયા બાદ સીરીયા થી જે લશ્કર આવશે તે જમીનમાં ધસી જશે.
   ત્યાર બાદ હઝરત મહેદીؓ  પોતે સીરીયા તરફ લશ્કર લઈને જશે, ત્યાર બાદ રોમ (ઈટાલી વગેરે) ના દેશો સાથે જંગ કરશે, અને તે દરમિયાન દજ્જાલ પણ નિકળી આવશે, દજ્જાલ નિકળ્યા બાદ હઝરત ઈસાؑ પણ આસમાન થી ઉતરી આવશે.
☜ عَنِ النَّبِيِّ ﷺ قَالَ : الْمَلْحَمَةُ الْعُظْمَى وَفَتْحُ الْقُسْطَنْطِينِيَّةِ وَخُرُوجُ الدَّجَّالِ فِي سَبْعَةِ أَشْهُرٍ. [سنن ترمذی : ۲۲۳۸]
☜ قَالَ (ﷺ) تَغْزُونَ جَزِيرَةَ الْعَرَبِ فَيَفْتَحُهَا اللَّهُ ثُمَّ فَارِسَ فَيَفْتَحُهَا اللَّهُ ثُمَّ تَغْزُونَ الرُّومَ فَيَفْتَحُهَا اللَّهُ ثُمَّ تَغْزُونَ الدَّجَّالَ فَيَفْتَحُهُ اللَّهُ قَالَ فَقَالَ نَافِعٌ يَا جَابِرُ لَا نَرَى الدَّجَّالَ يَخْرُجُ حَتَّى تُفْتَحَ الرُّومُ. [مسلم شریف : ۷۲۸۴]

   આ ઉપર વર્ણવેલ ટુંકી માહિતી હઝરત મહેદીؓ  જાહેર થતાં પહેલાં અને પછીની હદીષની રોશનીમાં બતાવવામાં આવી છે. જેનો હેતુ માત્ર આજકાલ હઝરત મહેદીؓ ના પ્રત્યે નવી નવી, અજીબ અને વિચિત્ર વાતોથી ધોખામાં ન આવી જવાય, જેમ કે વર્તમાનમાં ઘણા લોકો દાવો કરે છે પોતે મહેદી હોવાનો, જ્યારે કે ઉપરોક્ત હદીષથી ખબર પડે છે કે હઝરત મહેદી ને પોતે ખબર નહીં હોય કે હું મહેદી છું વગેરે...
   તે માટે સોશિયલ મીડિયા પર આવતી દરેક વિચિત્ર ખબરને ઉડતી ન કરવી જોઈએ, જ્યાં સુધી ભરોસાપાત્ર ઉલમા તરફથી સમર્થન ન મળે.
▁ ▂ ▄ ▅ ▆ ▇ █ સમાપ્ત █ ▇ ▆ ▅ ▄ ▂ ▁
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)