નાફરમાની ની સજા દુનિયામાં તરત જ કેમ નથી મળતી..?

Ml Fayyaz Patel
0
નાફરમાની ની સજા દુનિયામાં તરત જ કેમ નથી મળતી..?
સવાલ

   નાસ્તિકો તરફથી આ સવાલ કરવામાં આવે છે કે બધું જ અલ્લાહ તઆલા ની મરજી મુજબ થાય છે તો અમે અલ્લાહ નો ઈનકાર કરીએ છીએ, તેમજ અલ્લાહ તઆલા ના વિરુદ્ધ બોલીએ છીએ તો અલ્લાહ તઆલા અમોને રોકતા કેમ નથી..? અથવા પોતાની ઈચ્છા થી તરત અમોના સજા કેમ નથી આપતા..?

જવાબ

   આ દુનિયા અલ્લાહ તઆલા એ કસોટી માટે બનાવી છે, અને કસોટી ત્યારે શક્ય છે જ્યારે બે વિરુદ્ધ પ્રકારની વસ્તુઓ નો વજૂદ હોય, એટલે કે ભલાઈ છે તો તેની વિરૂદ્ધ બુરાઈ પણ હોય, માલદાર છે તો તેની વિરૂદ્ધ ગરીબ પણ હોય, નહીંતર માત્ર ભલાઈ હોવામાં કસોટી નો કોઈ મતલબ બાકી રહેતો નથી.
   એવી જ રીતે જો દુનિયામાં દરેક જ ગુનાહ અને તેના આદેશો ના વિરુદ્ધ થતાં દરેક કામોની તરત જ સજા દેવામાં આવે તો તે સજાને લીધે દરેક જ આજ્ઞાકારી અને મુસલમાન નજર આવે તો પછી આ રીતે કસોટી નો કોઈ જ મતલબ બાકી ન રહે.
   તે માટે અલ્લાહ તઆલા આ દુનિયામાં દરેક ને એક મુદ્દત માટે ઢીલ (મોહલત) આપે છે. જેથી કસોટી ની કસોટી પણ બાકી રહે. હાં..! કદી કદી સંકેત રૂપે દુનિયામાં પણ તેને સજા આપી દેવામાં આવે છે.
   તેમજ આ વાત પણ યાદ રાખવામાં આવે કે ઈસ્લામમાં સારા કર્મોનું ફળ અને બુરા કૃત્યો ની સજા માટે નો અસલ સમય કયામત નો દિવસ છે. અને આ અલ્લાહ તઆલા તરફથી પ્રસ્થાપિત એક વ્યવસ્થા છે. આ માટે પણ દુનિયામાં અલ્લાહ તઆલા ના વિરુદ્ધ કૃત્યો કરવા પર તરત સજા નથી મળતી. તેથી આના લીધે પણ ન મળતી સજાને અલ્લાહ તઆલા ની મરજી મુજબ દુનિયાની વ્યવસ્થા ન ચાલવાનું અનુમાન લગાવવું બિલકુલ ગલત છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)