લોકોને ઈબાદત માટે પેદા કરવા શું આ અલ્લાહ તઆલા ની ગરજ નથી..?

Ml Fayyaz Patel
0
લોકોને ઈબાદત માટે પેદા કરવા શું આ અલ્લાહ તઆલા ની ગરજ નથી..?
સવાલ

   આમ તો કહેવામાં આવે છે કે અલ્લાહ તઆલા ને કોઈ વસ્તુની ગરજ નથી, સમગ્ર વસ્તુઓ ને અલ્લાહ તઆલા વગર ગરજે પેદા કરનાર છે, તો અલ્લાહ તઆલા એ કુર્આનમાં આ રીતે કેમ ફરમાવ્યું કે મેં ઈનસાન અને જીન્નાત ને મારી ઈબાદત માટે (ગરજ થી) પેદા કર્યા છે..?

જવાબ

   ઈનસાન અને જીન્નાત ને ઈબાદત ની ગરજ થી જ પેદા કર્યા છે, આમાં તો કોઈ શંકા નથી. પરંતુ આ ગરજ અલ્લાહ તઆલા ની નહીં, બલ્કે પોતે ઈનસાન અને જીન્નાતો ની છે, જેમાં તેઓનો જ ફાયદો છે.
   આ રીતે કે તેઓ બંદગી અને સારા આ'માલ દ્વારા અલ્લાહ તઆલા ની ખુશી પ્રાપ્ત કરે તેમજ ઈનામ અને સન્માન ને પાત્ર બને. ખબર પડી કે આમાં કોઈ પણ ગરજ કે ફાયદો અલ્લાહ તઆલા ને સંબંધિત નથી, બલ્કે બંદગી કરનાર ની જ ગરજ અને ફાયદો છે. આજ કારણે અલ્લાહ તઆલા પોતે કુર્આનમાં ફરમાવે છે કે :
مَنۡ عَمِلَ صَالِحًا فَلِنَفۡسِهٖ وَمَنۡ اَسَآءَ فَعَلَیۡهَا ؕ
[સૂરહ હા_મીમ સજ્દહ્ : ૪૬]
અનુવાદ :- જે કોઈ સારું કામ કરે છે તે પોતાના જ ફાયદા માટે કરે છે, અને જે કોઈ ખરાબ કામ કરે છે તે પોતાના જ નુકસાન માટે કરે છે.
   સારાંશ કે લોકોને ઈબાદત માટે પેદા કરવામાં અલ્લાહ તઆલા ની કોઈ ગરજ નથી, બલ્કે સ્વયં લોકોની ગરજ છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)