દરેકને રોજી અલ્લાહ તઆલા આપે છે તો અમુક ભુખ્યા કેમ મૃત્યુ પામે છે..?
સવાલ
સવાલ આ છે કે જ્યારે દરેકને રોજી આપનાર અલ્લાહ તઆલા છે તો પછી આવી ઘટનાઓ શા માટે બને છે કે ઘણા પ્રાણીઓ તથા માણસો ખોરાકના અભાવે મૃત્યુ પામે છે..?
જવાબ
બેશક આ વાત તો સાચી છે કે દરેકને રોજી આપવાની જવાબદારી અલ્લાહ તઆલા ની જ છે, પરંતુ તે છતાંય અમુક લોકોનું ભુખના કારણે મૃત્યુ પામવાના બે કારણો છે.
(૧) અલ્લાહ તઆલા એ જેવી રીતે રોગ, દાઝવું, ડૂબવું, એક્સિડન્ટ વગેરેને મૃત્યુ માટેના જાહેર સબબ બનાવ્યા છે. એવી જ રીતે એક સબબ ભૂખને પણ બનાવવામાં આવ્યો છે કે ફલાણા વ્યક્તિનું મોત ભૂખના લીધે થશે, બસ તો તે વ્યક્તિ ભૂખને લીધે મૃત્યુ પામે છે.
(૨) અલ્લાહ તઆલા એ જેવી રીતે દરેક વસ્તુનો એક નિર્ધારીત સમય રાખ્યો છે, એવી જ રીતે દરેક પ્રાણી માટે રોજીની જવાબદારી તેના મૃત્યુ સુધી નક્કી કરી છે. બસ જેવી તે મુદ્દત પૂરી થાય છે રોજી બંધ કરી દેવામાં આવે છે, છેવટે તે મૃત્યુ પામે છે.
બન્ને કારણો નો ખુલાસો આ છે કે પહેલા કારણમાં ભૂખ જ તેની મોતનો સબબ છે. અને બીજા કારણમાં તેના નસીબ ની રોજી ખતમ થવી તેની મોતનો સબબ છે. તેથી ભુલથી મૃત્યુ થવાને લીધે અલ્લાહ તઆલા ના રોજીનો માલિક હોવા પર વાંધો ઉઠાવવો સહીહ નથી.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59