અંગ્રેજી નવા વર્ષની શુભેચ્છા પાઠવવા વિષે
અગ્રેજી નવું વર્ષ આવતાં ઘણા લોકોમાં આની મુબારકબાદી તથા શુભેચ્છા પાઠવવાનો રિવાજ ચાલે છે. જ્યારે કે અંગ્રેજી વર્ષ સુર્યના પરિભ્રમણ પર આધારિત હોય છે કે જ્યારે પૃથ્વીનો એક ચક્કર પૂર્ણ થાય છે તો આ હિસાબે એક અંગ્રેજી વર્ષ પૂર્ણ થાય છે. અને બ્રહ્માંડની આ પ્રવૃત્તિ પણ અલ્લાહ તઆલા ની વ્યવસ્થા નો એક ભાગ છે.
યાદ રહે કે કુર્આન તથા હદીષથી અંગ્રેજી નવા વર્ષની શુભેચ્છા પાઠવવાનો કોઈ સબૂત નથી મળતો.
અલબત્ત આ બાબત મુબારકબાદી તથા શુભેચ્છા જો દુવાની નિય્યત થી દેવામાં આવે કે આ નવું વર્ષ બરકતવંત અને ભલાઈ તથા આફિયત થી પસાર થાય, તો આ સૂરતમાં નીચે લખેલ ત્રણ શર્તો સાથે મુબારકબાદી આપી શકાય છે.
(૧) આ મુબારકબાદી તથા શુભેચ્છા માત્ર ચાલતી રસમ અને રિવાજ તોર પર ન હોય. જેમ કે આજકાલ ચાલે છે.
(૨) આ મુબારકબાદી તથા શુભેચ્છા બિન મુસ્લિમો ના તરીકા પર તથા તેમના અનુકરણ માં ન હોય.
(૩) મુબારકબાદી તથા શુભેચ્છા આપવામાં બિન ઈસ્લામી તરીકો અથવા ગેર શરઈ તરીકો અપનાવવામાં ન આવે.
ઉપરોક્ત વર્ણવેલ તરીકા મુજબ મુબારકબાદી તથા શુભેચ્છા એક દુવાની સૂરત બની જાય છે તેથી આમાં કોઈ વાંધો નથી. પરંતુ આજકાલ જોવામાં આવે છે કે સામાન્યપણે આ બધી વાતોની પાબંદી કરવામાં આવતી નથી, બલ્કે પરોક્ષ અથવા પ્રત્યેક રૂપમાં કોઈને કોઈ ખરાબી જરૂર સામેલ થઈ જાય છે.
તેથી આવા મોકા પર સંપૂર્ણપણે મુબારકબાદી તથા શુભેચ્છા પાઠવવાથી બચવું જોઈએ.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59