કસોટી કેમ..? શું અલ્લાહ તઆલા જાણતા નથી..?
સવાલ
આમ તો કહેવામાં આવે છે કે અલ્લાહ તઆલા સૃષ્ટિને પેદા કરતા પહેલાથી તેઓના કાર્યો થી વાકેફ હતા, જ્યારે કે કુર્આનમાં તો અલ્લાહ તઆલા ફરમાવે છે કે :
لِیَبۡلُوَکُمۡ اَیُّکُمۡ اَحۡسَنُ عَمَلًا.
[સૂરહ મુલ્ક : ૨]
અનુવાદ :- (તેણે જીંદગી અને મોત પેદા કરી) જેથી તે તમારું પરિક્ષણ કરે કે તમારા પૈકી કોણ કાર્યમાં શ્રેષ્ઠ છે.
તો આ આયતથી તો એવી ખબર પડે છે કે અલ્લાહ તઆલા ને ખબર નથી તે માટે જાણવા માંગે છે.
જવાબ
બેશક અલ્લાહ તઆલા તો પહેલેથી જ જાણે છે કે કોણ સારા કાર્યો કરશે અને કોણ બૂરા કાર્યો કરશે. પરંતુ અલ્લાહ તઆલા પોતાના જ્ઞાનને આધારે ઈનામ અને સજા આપવાના બદલે પૂરાવાની પૂર્ણતા (conclusion of an argument) માટે તેઓને તક આપે છે કે તેઓ પોતાની મરજીથી સારા અને બુરા કાર્યો કરે, પછી અલ્લાહ તઆલા તેઓને ઈનામ તથા સજા આપે. ઉપરોક્ત વર્ણવેલ આયતમાં આ જ મતલબ મુરાદ છે.
સારાંશ કે અલ્લાહ તઆલા નું લોકોને પેદા કરી તેમની કસોટી લેવી એટલા માટે નથી કે અલ્લાહ તઆલા જાણતા નથી. કે માટે હવે જાણશે. બલ્કે આ કસોટી પૂરાવાની પૂર્ણતા માટે છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59