સદ્કહ ને રદ્દ કરનારી ત્રણ વસ્તુઓ

Ml Fayyaz Patel
0

સદ્કહ ને રદ્દ કરનારી ત્રણ વસ્તુઓ


   ઘણા લોકો સદ્કહ તો ખૂબ કરતા હોય છે પરંતુ ત્યારબાદ એવી ગલતી કરી બેસે છે જેના લીધે તેનો સદ્કહ રદ્દ કરી દેવામાં આવે છે. જે વસ્તુઓ નીચે મુજબ છે.
   આ વિષે કુર્આનમાં અલ્લાહ તઆલા ફરમાવે છે :
આયત
يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا تُبۡطِلُوۡا صَدَقٰتِكُمۡ بِالۡمَنِّ وَالۡاَذٰىۙ كَالَّذِىۡ يُنۡفِقُ مَالَهٗ رِئَآءَ النَّاسِ ۞
અનુવાદ
હે ઈમાનવાળા તમે પોતાના સદ્કહને ઉપકાર જતાવી, અથવા તકલીફ પહોંચાડી બરબાદ ન કરો. તે માણસની માફક જે પોતાનો માલ લોકોને દેખાડવા ખર્ચ કરે છે.
[સૂરહ બકરહ : ૨૬૪]
   આ આયતમાં અલ્લાહ તઆલા એ ત્રણ વસ્તુઓ ને લીધે સદ્કહ બરબાદ અને બેકાર થઈ જવા વિષે જણાવ્યું છે જેની વિગત નીચે મુજબ છે.
(૧) ઉપકાર જતાવવો :- એટલે કે સામેવાળી વ્યક્તિને વારંવાર સદ્કહ ના રૂપમાં કરેલ ઉપકાર યાદ અપાવવો, તેને કરેલ ઉપકાર બાબત ટાણો માળવો, લોકો સામે તેના પર કરેલ ઉપકાર નું વર્ણન કરી અપમાન કરવું, અથવા ઉપકાર યાદ અપાવી તેના બદલામાં કામ લેવું વગેરે. આ બધું ઉપકાર એટલે કે એહસાન જતાવવું છે જેના લીધે કરેલ સદ્કહ બરબાદ થઈ જાય છે.
(૨) તકલીફ આપવી :- એટલે કે સદ્કહ ના રૂપમાં જે ઉપકાર કરવામાં આવ્યું હોય તે ઉપકારના બદલામાં કોઈ એવું કામ કરવું જેથી સામેવાળી વ્યક્તિને તકલીફ અને ઈજા પહોંચે. આનાથી પણ કરેલ સદ્કહ બરબાદ થઈ જાય છે.
(૩) દેખાવો કરવો :- એટલે કે સદ્કહ એટલા માટે દેવામાં આવે કે લોકો તેની પ્રશંસા અને વખાણ કરે એટલે કે સદ્કહ અલ્લાહ તઆલા માટે કરવામાં ન આવે બલ્કે લોકપ્રિય બનવા માટે કરવામાં આવે. આનાથી પણ કરેલ સદ્કહ બરબાદ થઈ જાય છે.
ફાયદો :- ઉપરોક્ત વર્ણવેલ ત્રણ વસ્તુઓ તે છે જેના લીધે કરેલ સદ્કહ બરબાદ થઈ જાય છે. અને સદ્કહ બરબાદ થવાનો મતલબ આ છે કે તેના પર મળનાર ષવાબ ખતમ થઈ જાય એટલે કે કોઈ ષવાબ ન મળે. અને સદ્કહ ના જે ફઝાઈલ છે તેનાથી પણ વંચિત કરી દેવામાં આવે.
   તેથી સદ્કહ માં આ વાતનું ધ્યાન રહે કે ઉપરોક્ત વર્ણવેલ ત્રણ વસ્તુઓ પૈકી કોઈ પણ વસ્તુનો ભોગ ન બની જવાય, નહીંતર સદ્કહ નો કોઈ ફાયદો પ્રાપ્ત થશે નહીં.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)