ઘણા નાસ્તિકો નું કહેવું છે કે દુનિયામાં જેટલા પણ યુદ્ધ થયા, હત્યાઓ તથા હિંસા થઈ બધી ધર્મોના લીધે જ થઈ છે. ધર્મએ માત્ર માનવતા ને નુકસાન જ પહોંચાડ્યું છે. તો શું આ વાત સહીહ છે..?
જવાબ :
ધર્મની સ્થાપના માણસની ભલાઈ માટે કરવામાં આવી છે. પરંતુ કોઈ વ્યક્તિ તેનો દુરુપયોગ કરી તેનાથી માનવજાત ને નુકસાન પહોંચાડે તો પછી તે ધર્મ જવાબદાર નથી, બલ્કે પોતે તે વ્યક્તિ જવાબદાર હોય છે.
જ્યાં સુધી વાત છે દુનિયામાં થયેલ હત્યાઓ તથા હિંસાની તો આ માત્ર ધર્મને લીધે નથી થઈ બલ્કે બીજા અન્ય કારણોને લઈને પણ દુનિયામાં ઘણી હિંસાઓ જોવા મળે છે. જેમ કે :
● જોસેફ સ્ટાલિન (૧૮૭૮ - ૧૯૫૩) communist એ લગભગ ૫૦ મિલિયન લોકોની હત્યા કરી હતી.
● હિટલર (૧૮૮૯ - ૧૯૪૫) Nationalist એ લગભગ ૧૬ મિલિયન લોકોને મોતના ઘાટ ઉતાર્યા હતા.
● નેપોલિયન બોનાપાર્ટ (૧૭૬૯ - ૧૮૨૧) Atheist એ લગભગ ૧.૭ મિલિયન લોકોના લોહીની નદીઓ વહાવી હતી.
● મુસોલિની બેનીટો (૧૮૮૩ - ૧૯૪૫) Fascist એ લગભગ ૭૦ લાખ લોકોને મોતની સજા ચખાડી હતી.
નમૂના તરીકે આ ચાર નામો દર્શાવ્યા છે તે પૈકી એક પણ ધાર્મિક ન હતો. દરઅસલ આ રીતની વાત કરનારા ઈતિહાસ થી વંચિત હોવાને લીધે કરતા હોય છે. હકીકતમાં માનવજાતને શારિરીક અને માનસિક નુકસાન આ નાસ્તિકોએ જેટલું પહોંચાડ્યું છે તે અગણિત છે.
તે માટે એવું સમજવું કે દુનિયામાં ત્રાસ માત્ર ધર્મને લઈને જ થયા છે ઐતિહાસિક રીતે સહીહ નથી.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59