લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે રસુલુલ્લાહ ﷺ એ મેઅરાજ નિશ્ચિતપણે ર૭ રજબની રાત્રે કરી હતી. તે માટે લોકો ર૭ રજબની રાત્રે ઈબાદતની ખૂબ પાબંદી કરે છે. અને દિવસે રોઝો રાખવાને ૧૦૦૦ રોઝા રાખવા સમાન સમજે છે. અને આ વિષે અજીબોગરીબ મનઘડત ફઝીલતો સાંભળવા મળે છે.
હકીકતમાં ૨૭ રજબની શ્રેષ્ઠતાનું લોકોમાં પ્રચલિત હોવાનું કારણ લોકોનું આમ માનવું છે કે ચોક્કસપણે રસુલુલ્લાહﷺ ની મેઅરાજ ૨૭ રજબની રાત્રે થઈ હતી. જ્યારે કે ઐતિહાસિક સંદર્ભોના પ્રમાણે જ્યાં એક મંતવ્ય મેઅરાજનું ૨૭ રજબનું છે એવી જ રીતે રબીઉ'લ્ અવ્વલ તથા અન્ય મહીનાઓના પણ મંતવ્યો છે. તે માટે મેઅરાજની રાતને કોઈ એક મંતવ્ય સાથે ખાસ કરીને તેને ઈબાદતની રાત સમજવી શરઈ દ્વષ્ટિએ ખોટું હોવાની સાથે સાથે ઈસ્લામી ઈતિહાસ સાથે પણ અન્યાયને પાત્ર છે.
અને તે દિવસના રોજાને હજાર રોજા બરાબર સમજવો એક એઅ્તેકાદી (વૈચારિક) ભૂલ છે. કેમકે આ વાત ન તો હદીષથી સાબિત છે અને ન સહાબાؓ અને સલફે સાલીહીન (વિશ્વાસનીય પૂર્વજોના) જીવન ચરિત્રથી સાબિત છે.
તે માટે આવી વાતોથી ખૂબ જ બચવાની જરૂર છે. અલ્લાહ તઆલા આપણા સૌને દીનની સહીહ સમજ અર્પણ ફરમાવે તેમજ બેદીનીથી પણ હિફાઝત ફરમાવે. (આમીન)
[બયાન :- શૈખુ'લ્ ઈસ્લામ મુફ્તી તકી ઉસ્માની સાહબ દા.બ.]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59