જેવી રીતે હિન્દુઓ માં ગૌમૂત્ર પવિત્ર સમજાવવામાં આવે છે, એવી જ રીતે ઈસ્લામમાં પણ ઊંટનો પેશાબ પવિત્ર છે..?
જવાબ :
આ વાત ગલત છે કે ઈસ્લામમાં પણ ગૌમૂત્ર ની જેમ ઊંટનો પેશાબ પવિત્ર સમજાવવામાં આવે છે. કેમ કે હિંદુઓમાં ગૌમૂત્ર વિષે જે ખ્યાલ છે અને ઈસ્લામમાં ઊંટના પેશાબ વિષે જે ખ્યાલ છે તે બન્નેમાં તફાવત છે.
હિંદુઓમાં ગાયને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે, જ્યાં એક તરફ તેની પૂજા કરવામાં આવે છે, ત્યાં જ બીજી તરફ તેના મૂત્રને પવિત્ર સમજીને પીવામાં પણ આવે છે. તેઓના ખ્યાલ મુજબ ગૌમૂત્ર શુભ હોવાની સાથે-સાથે અનેક રોગોનો ઈલાજ પણ છે તેથી, કેટલાક હિંદુઓ પોતે તેનો ઉપયોગ પણ કરે છે અને અન્ય લોકોને તેના ફાયદાઓ વિશે જણાવીને તેને પીવા માટે પ્રોત્સાહિત પણ કરે છે.
જ્યારે કે હદીષોમાં ઊંટના પેશાબ વિષે જે રીતનો ઉલ્લેખ આવ્યો છે તેના હિસાબે ઈસ્લામમાં આ વિષે ખ્યાલ આ છે કે સારવાર અને ઈલાજ તરીકે ઊંટનું પેશાબ પીવું માન્ય છે. આ શર્તે કે આ સારવારની પુષ્ટિ નિષ્ણાત મુસ્લિમ ડોકટરો દ્વારા પણ કરવામાં આવી હોય.
અને સારવારના તોર પર પેશાબનો ઉપયોગ કોઈ નવી કે નવાઈ ની વાત નથી. આજકાલની કેટલીય લોકપ્રિય દવાઓમાં પ્રાણીઓનો પેશાબ ઉપયોગમાં લેવામાં આવે છે. જેમ કે એક દવા PREMARIN નામની દવા સગર્ભા ઘોડીના પેશાબથી તૈયાર કરવામાં આવે છે. એવી જ કેટલીય દવાઓ છે જેમાં પ્રાણીઓ ના મળમૂત્ર નો ઉપયોગ કરવામાં આવે છે.
ઉપરોક્ત વિગતથી સ્પષ્ટ થાય છે કે પ્રાણીઓ ના પેશાબ દ્વારા સારવાર દરેકના નજીક માન્ય હોવાથી વાંધાજનક નથી. જેમ કે નાસ્તિકો તરફથી વાંધો ઉઠાવવામાં આવે છે. અને ન ઈસ્લામમાં તેને પવિત્ર સમજવામાં આવે છે, જેમ કે હિંદુઓમાં ગૌમૂત્રને સમજવામાં આવે છે.
તેથી એવું સમજવું કે ઈસ્લામમાં તે પવિત્ર છે, અથવા સારવાર તરીકે તેનું માન્ય હોવું વાંધાજનક સમજવું પાયાવિહોણી વાત છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59