ઈસ્લામ માં અન્ય ધર્મના લોકો સાથે સામ્યતા (મુશાબહત) ની મનાઈ કરવામાં આવી છે. તો મનાઈ શું કામ કરવામાં આવી છે..?
જવાબ :
સૌપ્રથમ સામ્યતા નો મફહૂમ સમજી લઈએ કે અન્ય ધર્મ તથા લોકોની વિશિષ્ટાઓ અને લાક્ષણિકતાઓ તેમજ ખાસ પ્રતિકોને અપનાવવા. પછી ભલેને તે વસ્તુ રીતિરિવાજો ને સંબંધિત હોય કે પછી ઈબાદત ને સંબંધિત હોય. દા.ત. શાદીના મોકા પર પીઠી લગાવવાની રસમ. અને વગર ટોપીએ નમાઝ પઢવી વગેરે.
ઈસ્લામમાં સામ્યતા ની જે મનાઈ આવી છે તેની અમુક હિકમતો છે જે નીચે મુજબ છે.
પહેલી હિકમત :- આ એક હકીકત છે કે માણસના જાહેર નો અસર તેની આંતરિક પરિસ્થિતિ (મન ની) ઉપર પણ પડતો હોય છે. જેમ કે પોશાક સ્વચ્છ તથા સુગંધિત હોય તો મન પણ પ્રફુલ્લિત થઈ જાય છે. અને જો પોશાક ગંદો અને દુર્ગંધીત હોય તો મન પણ બેચેની અનુભવે છે.
આથી સાંસ્કૃતિક, સામાજિક કે પછી ધાર્મિક બાબતોમાં જે વ્યક્તિની સામ્યતા અપનાવવામાં આવશે, તો આ સામ્યતા તે વ્યક્તિના વિચારો તરફ હ્રદયના આકર્ષિત થવાનું કારણ બનશે. અને ધીમે ધીમે તે વ્યક્તિના વિચારો અને પ્રવૃત્તિઓ પણ જેની સામ્યતા અપનાવી છે તેની જેમ બની જશે.
બીજી હિકમત :- અન્ય લોકોની વિશિષ્ટાઓ અને વિશેષ ક્રિયાઓ દુન્યવી કે પછી આખિરતના નફા અને પૂર્ણતાની પ્રાપ્તિ માટે નુકસાનકારક અથવા ખામીયુક્ત છે. કેમ કે જો તે પદ્ધતિઓ અને ક્રિયાઓ ઈસ્લામી તાલીમ સાથે સંપૂર્ણ રીતે સુસંગત હોત, તો ઈસ્લામ તેને પ્રતિબંધિત ન કરતો.
ઈસ્લામનું તેને પ્રતિબંધિત કરવાની દલીલ આ છે કે તે બધી માણસોના નફા અને આધ્યાત્મિકતા (રૂહાની) પ્રાપ્તિ માટે અપૂરતી છે. તે માટે આ ક્રિયાઓ અને પદ્ધતિઓ અપનાવવાનો મતલબ આ થાય કે એક સંપૂર્ણ તેમજ ફાયદાકારક અને ઉપચાર વસ્તુને છોડી, ખરાબ અને હાનિકારક વસ્તુને અપનાવવી. તેથી ઈસ્લામે સામ્યતાના અસ્વીકાર પર ભાર મૂક્યો છે.
ત્રીજી હિકમત :- જો અન્ય લોકોની સામ્યતા અપનાવવામાં આવશે, તો આનાથી તેઓને પોતાની ખોટી માન્યતાઓ પર પ્રોત્સાહન મળશે, અને તેઓ વિચારશે કે અમે સાચા છીએ એટલે જ અન્ય લોકો અમારી સામ્યતા અપનાવે છે.
અને જો તેઓની સામ્યતા અપનાવવામાં નહીં આવે તો આ ખોટી માન્યતાઓ અને પ્રતિકો વિષે તેમના હૃદયમાં નબળાઇ અને મૂંઝવણ પેદા થશે.
સારાંશ કે આ વર્ણવેલ અમુક જાહેર હિકમતો ના લીધે ઈસ્લામમાં સામ્યતા ની મનાઈ કરવામાં આવી છે. બાકી અસલ હિકમત તો અલ્લાહ તઆલા જ જાણે છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59