અલ્લાહ તઆલા કબૂતરને કાબા પર ચરકવાથી કેમ નથી રોકતા..?

Ml Fayyaz Patel
0
સવાલ :
   કાબા ઉપર ઘણાં કબૂતરો ચરકે છે, તો અલ્લાહ તઆલા આ કબૂતરો ને કાબા નાપાક કરવાથી રોકતા કેમ નથી..?
જવાબ :
   સૌપ્રથમ વાત તો આ છે કે અલ્લાહ તઆલા એ એવો કોઈ દાવો કર્યો જ નથી કે જ્યાં મારા ઘરને નાપાક કરવામાં આવશે તો હું જરૂર રોકીશ. જ્યારે આ રીતનો કોઈ દાવો નથી તો પછી કબૂતરના ચરકવા પર અલ્લાહ તઆલા નું ન રોકવું વાંધાજનક કઈ રીતે કહેવાય..?
   અસલ જવાબ આ છે કે કબૂતરનું ચરક નાપાક નથી. એટલે કે તે જ્યાં પણ લાગશે તે વસ્તુને નાપાક નહીં કરે. તો જ્યારે કબૂતરનું ચરક નાપાક નથી તો હવે કોઈ સવાલ જ બાકી નથી રહેતો.
નોંધ :- નાપાક ન હોવાનો મતલબ આ નથી કે તેને ખાવામાં પણ કોઈ વાંધો નથી. બલ્કે મતલબ આ છે કે કપડાં વગેરે ઉપર લાગી જાય તો પણ તે કપડાં વગેરેને નાપાક નહીં કરે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)