દુનિયામાં શરાબ હરામ છે તો જન્નતમાં હલાલ કેમ..?

Ml Fayyaz Patel
0
સવાલ :
   જન્નતમાં મુસલમાનો ને શરાબ આપવામાં આવશે. જ્યારે કે શરાબ તો દુનિયામાં મુસલમાનો માટે હરામ છે. તો એક વસ્તુ દુનિયામાં હરામ અને જન્નતમાં હલાલ આવું કેમ..?
જવાબ :
   દરઅસલ આ વિષયમાં શબ્દ “ શરાબ ” ને લઈ લોકોમાં ગલતફહમી ઊભી થઈ રહી છે. જો આ ગલતફહમી દૂર થઈ જાય તો પછી આવો કોઈ સવાલ બાકી નહીં રહે.
   “ શરાબ ” શબ્દ બે ભાષામાં વપરાય છે એક અરબી અને બીજી ઉર્દૂ. અને બન્ને ભાષામાં તેનો અર્થ અલગ અલગ થાય છે. અરબી ભાષામાં “ શરાબ ” નો અર્થ “ પીણું ” (Drink) થાય છે. જ્યારે કે ઉર્દૂ ભાષામાં આનો અર્થ “ દારૂ ” (Wine) થાય છે. અરબી ભાષામાં દારૂ માટે શરાબ નહીં, બલ્કે “ ખમર ” શબ્દનો ઉપયોગ થાય છે.
   હવે કુર્આન અરબી ભાષામાં છે જેમાં અલ્લાહ તઆલા ફરમાવે છે કે જન્નતીઓ ને “ પાક શરાબ ” આપવામાં આવશે. [સૂરહ દહર] જેનો અર્થ “ પવિત્ર પીણું ” થશે, ના કે દારૂ. આ જ કારણે કુર્આનમાં અલ્લાહ તઆલા એક બીજી જગ્યાએ [સૂરહ વાકિઅહ્ માં] ફરમાવે છે કે “ તે શરાબ એવી હશે જેનાથી ન માથામાં દુખાવો થશે, અને ન બુદ્ધિમાં કોઈ ખરાબી આવશે ” તો અહીં શરાબ થી પીણું મુરાદ છે. દારૂ નહીં.
   સારાંશ કે જન્નતમાં મળનારી શરાબ વિશેષ પવિત્ર પીણું હશે. ન કે તે દારૂ જેને ઉર્દૂમાં શરાબ કહેવામાં આવે છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)