શું તમામ નબીઓ માત્ર આરબમાં જ આવ્યા હતા..?

Ml Fayyaz Patel
0
સવાલ :
   જેટલા પણ પયગંબરો નો ઉલ્લેખ મળે છે તે બધા પ્રત્યે આરબ દેશોમાં મોકલવાનો ઉલ્લેખ મળે છે. તો નબીઓ ને ફક્ત આરબમાં જ કેમ મોકલવામાં આવ્યા..?
જવાબ :
   અલ્લાહ તઆલા એ આ દુનિયામાં લગભગ એક લાખ ચોવીસ હજાર જેટલા નબીઓ મોકલ્યા છે જે પૈકી કુર્આનમાં લગભગ પચ્ચીસ (૨૫) નબીઓ નો ઉલ્લેખ મળે છે, આ સિવાય અન્ય કોઈ પયગંબર નો ઉલ્લેખ મળતો નથી.
   સ્વભાવિક છે કે કુર્આન આરબમાં ઉતારવામાં આવ્યું હતું અને કુર્આન દ્વારા જેઓને સંબોધિત કરવામાં આવ્યા હતા તેઓ પણ આરબ હતા. તેથી કુર્આનમાં તે નબીઓ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેઓને આરબમાં મોકલવામાં આવ્યા હતા જેથી આરબના લોકો પોતાના પ્રદેશના લોકોના ઉદાહરણ દ્વારા સારી રીતે સમજી ઈમાન લઈ આવે.
   આ સિવાય અન્ય તમામ પયગંબરો નો કોઈ ઈતિહાસ સુરક્ષિત નથી. તો શક્ય છે કે જેઓનો કોઈ ઈતિહાસ સુરક્ષિત નથી તેઓ દુનિયાના તમામ પ્રદેશોમાં મોકલવામાં આવ્યા હોય. બલ્કે પ્રાચીન ઈતિહાસને કોતરવાથી ખબર પડે છે કે ચીન હોય કે યુરોપ, ગ્રીસના માઉન્ટ ઓલિમ્પસથી લઈને ભારતની ગંગા નદી સુધી એકબીજાથી દૂર સ્થિત હોવા છતાંય માનવ સમાજમાં કેટલીય સમાનતાઓ એવી છે જે સૂચવે છે કે આ દરેકને એક સમાન માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ જ કારણ હોય શકે છે કે કેનેરી ટાપુઓથી લઈ મલેશિયાના વતનીઓ અને રેડન્ડન્સથી લઈ "માઓમાઉ" જાતિઓ સુધી, સમાન ધાર્મિક વિધિઓ, ધાર્મિક રંગો, શૈલીઓ અને ગીતો જોવા મળે છે.
   અને આજે જે અલગ જોવા મળે છે તેમજ તમામ ધર્મોની વર્તમાન વિશેષતાઓ તેમના પ્રારંભિક સ્વરૂપથી ઘણી અલગ દેખાય છે તેનું કારણ આ છે કે સમય દરેક વસ્તુને બદલી નાખે છે. તેમજ સમયની સાથે સાથે માનવ મંતવ્યો અને મુલ્યો પણ બદલાતા રહે છે તો શક્ય છે કે સમયની સાથે સાથે અન્ય ધર્મો પોતાની પ્રારંભિક મૂળ સ્થિતિથી એટલા હદે બદલાય ગયા હોય કે હવે તેનો ચોક્કસ અંદાજો ન લગાવી શકાતો હોય. સમય પસાર થવાની સાથે તેઓએ પોતાનો ઈતિહાસ મિટાવી દીધો હોય, અને પોતાના નબીઓ તરફથી મળેલ મૂળ પયગામ ને ભુલાવી બેઠા હોય તેમજ પયગંબરોએ બતાવેલ રસ્તો છોડી અન્ય રસ્તે દોડી પડ્યા હોય અને આજ સુધી દોડી રહ્યા હોય.
   તે માટે એવું સમજવું કે પયગંબરો ફક્ત આરબમાં જ મોકલવામાં આવ્યા છે દુરસ્ત નથી, જેમ કે હઝરત આદમ વિષે અહીં ભારતનો મંતવ્ય મળે છે. બલ્કે કુર્આનની અમુક આયતો દર્શાવે છે કે દુનિયાના દરેક પ્રદેશમાં નબીઓ મોકલવામાં આવ્યા છે, હાં તેનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. જેમ કે તેનું કારણ ઉપર બતાવી આપવામાં આવ્યું છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)