૨૭ રજબે મેઅરાજ હોવા વિષે તહકીક

Ml Fayyaz Patel
0
   રજબનો મહિનો આવતાં જ ૨૭ રજબનો રોઝો, તે રાત્રે ઈબાદત અને મેઅરાજ વિષે મનઘડત અને બેબુનિયાદ વાતો લોકોમાં ખૂબ જ જોવા મળે છે તે માટે આ વિષય પર નિમ્ન વિગતવાર માહિતી લખવામાં આવે છે. 
   સૌથી પહેલા આ વાત સમજી લેવી જોઈએ કે રસુલુલ્લાહ ﷺ એ નિશ્ચિતપણે ર૭ રજબમાં જ મેઅરાજ કરી સમજવું દુરુસ્ત નથી, બલ્કે પહેલેથી મેઅરાજની તારીખ વિષે સહાબાؓ થી જ મતભેદ ચાલતો આવ્યો છે, જેમાં એક મંતવ્ય ૨૭ રજબનો પણ છે. પરંતુ અમુક લોકોએ આ એક મંતવ્યને નિશ્ચિત સમજી એવું સમજવા લાગ્યા કે રસુલુલ્લાહ ﷺ ની મેઅરાજ ૨૭ રજબ ના જ થઈ હતી. જ્યારે કે આ રીતે નિશ્ચિત સમજી લેવું દુરુસ્ત નથી. તદુપરાંત તે રાતને ઈદની જેમ મનાવવાનું શરૂ કરી દીધું. 
   છેવટે તેઓ એટલે હદ સુધી પહોંચી ગયા કે તે દિવસના રોઝા અને તે રાતની અજીબોગરીબ ફઝીલતો અને ઈબાદત તેમજ નમાઝના નવા નવા તરીકા પણ ઘડી કાઢ્યા કે આટલી રકાતો પઢવી, તે રકાતોમાં આ આ સૂરતો પઢવી વગેરે વગેરે જે ન તો કુર્આનમાં મળે, ન હદીષમાં કે ન સહાબાؓ  થી તેનો કોઈ સબૂત મળે. જ્યારે કે રસુલુલ્લાહ ﷺ એ મેઅરાજ કર્યા પછી આ દિવસ આપ ﷺ ની જીંદગીમાં ૧૮ વખત આવ્યો, તેમના પછી સહાબાؓ નો યુગ પણ લગભગ ૧૦૦ વર્ષ રહ્યો તે છતાંય કોઈ એવો સબૂત નથી મળતો જેમાં તે લોકોએ ૨૭ રજબે આ રીતનું કોઈ કામ કર્યું હોય.
ફાયદો :- મેઅરાજની તારીખ વિષે મતભેદ જ આ વાત દર્શાવે છે કે આ ૨૭ રજબની કોઈ ખાસ ફઝિલત નથી, નહીંતર [જો કોઈ ખાસ ફઝિલત હોત તો] રસુલુલ્લાહ ﷺ ના યુગથી જ તેની પાબંદી કરવામાં આવતી હોત અને કોઈ જ મતભેદ ન હોત.
   તે માટે તે રાતને નિશ્ચિતપણે મેઅરાજની રાત સમજવી તેમજ તે રાત્રે ઈબાદત અને દિવસે રોઝાને જરૂરી સમજવું દુરુસ્ત નથી.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)