સવાલ :
ધર્મ વિજ્ઞાન સામે ત્યારે જ હારી ગયો હતો જ્યારે મસ્જિદોમાં લાઉડ સ્પીકર બેસાડવામાં આવ્યા હતા.
જવાબ :
ઈસ્લામ અને વિજ્ઞાન દરમિયાન આ એક બિન તાર્કિક તુલના છે. કેમ કે બન્નેનું ક્ષેત્ર (મેદાન) અલગ અલગ હોવાથી બન્નેની તુલના જ શક્ય અને સહીહ નથી કે બન્નેની તુલના કરી એકની જીત અને બીજાની હાર નક્કી કરી શકાય.
પરંતુ વાસ્તવિક વિજ્ઞાન નહીં, બલ્કે તમારી માનસિકતા થી ઉદ્ભવેલ વિજ્ઞાનની ઈસ્લામ સાથે તુલના કરી હાર જીત નક્કી જ કરવી હોય તો પછી અમે પણ કહી શકીએ છીએ કે :
● તમારી માનસિકે સર્જન કરેલ વિજ્ઞાન ત્યારે જ હારી ગયું હતું જ્યારે લોકો માટીના વાસણો થી લઈ સ્ટીલ અને પ્લાસ્ટિક ના વાસણો સુધી પહોંચ્યા બાદ, ફરી પાછા કેન્સર ના ડરથી માટીના વાસણો પર આવવા લાગ્યા.
● તમારી માનસિકે સર્જન કરેલ વિજ્ઞાન ત્યારે જ હારી ગયું હતું જ્યારે લોકો અંગુઠા છાપ થી લખી ભણીને સહી (Signature) સુધી પહોંચ્યા બાદ, છેવટે અંગુઠા છાપ (Thumb Scanning) ની જુની પદ્ધતિ પર આવવા લાગ્યા.
● તમારી માનસિકે સર્જન કરેલ વિજ્ઞાન ત્યારે જ હારી ગયું હતું જ્યારે લોકો પ્રાકૃતિક ખોરાક થી તૈયાર ખોરાક (Canned Food) સુધી પહોંચ્યા બાદ, ફરી પાછા બિમારીઓ થી બચવા માટે પ્રાકૃતિક ખોરાક (Organic Foods) પર આવવા લાગ્યા.
● તમારી માનસિકે સર્જન કરેલ વિજ્ઞાન ત્યારે જ હારી ગયું હતું જ્યારે લોકો બાળકોને જંતુઓથી ડરાવીને માટીમાં રમતા અટકાવવા બાદ, ફરી પાછા રોગપ્રતિકારક શક્તિ (Immunity) વધારવાના નામે તેમને માટીમાં રમવા આગ્રહ કરવા લાગ્યા.
● તમારી માનસિકે સર્જન કરેલ વિજ્ઞાન ત્યારે જ હારી ગયું હતું જ્યારે લોકો નવી નવી ગાડીઓ પર સવારી બાદ, ફરી પાછા સ્વાસ્થ્ય અને કસરતના નામે વૉકિંગ કરવા લાગ્યા.
જો ટૂંકમાં આનો મતલબ બયાન કરવામાં આવે તો આ થશે કે ટેક્નોલોજીએ માત્ર એટલું જ સાબિત કર્યું છે કે તેણે તમને જે કાંઈ આપ્યું છે તેના કરતાં વધુ સારું તે છે જે તમારા અલ્લાહે તમને આપ્યું છે.
સારાંશ કે આવા એકાદ નહીં, અનેક ઉદાહરણો છે. પરંતુ જેમ કે શરૂમાં બતાવ્યું કે અહીં ધર્મ (ઈસ્લામ) અને વિજ્ઞાન દરમિયાન તુલના એક બિન તાર્કિક વસ્તુ છે. અને જેઓ જબરદસ્તી સુસંગત પેદા કરી તુલના કરે છે તેવા પીડીતો માટે ઉપરોક્ત જવાબ પૂરતો છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59