માનવતાવાદ બાબત ઈસ્લામી અને પશ્ચિમી દૃષ્ટિકોણ દરમિયાન ફરક

Ml Fayyaz Patel
0
   આજકાલ ઘણા લોકો માનવતા ને લઈ ઘણા ગંભીર જોવા મળે છે, બલ્કે કેટલાક તો તેને ધર્મની તુલનામાં લાવી સરખામણી કરતા નજર આવે છે, અને પશ્ચિમી વિચારકોના માનવતાવાદ વિષેના દ્રષ્ટિકોણથી ખૂબ જ પ્રભાવિત જોવા મળે છે. જ્યારે કે ઈસ્લામે પણ માનવતા વિષેનો પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો છે, તો હવે આપણે જોઈએ કે તે બન્નેમાં શું તફાવત છે.
   સૌપ્રથમ આ વાત સમજી લેવામાં આવે કે માનવતાવાદ થી મુરાદ શું છે..?
▣ માનવતાવાદ થી મુરાદ :- માનવતાવાદ થી મુરાદ માનવને સંબંધિત અધિકારો અને હક્કો છે.
● ➙ સ્પષ્ટતા :- મતલબ કે અલ્લાહ તઆલા એ આ દુનિયામાં માણસને એકલો પેદા નથી કર્યો, બલ્કે તે દુનિયામાં આવ્યા પછી જ્યારે આંખો ખોલે છે તો તેની સામે તેના માં - બાપ, ભાઈ - બહેન, સગા - સબંધી તેમજ તેનો આખો પરિવાર હોય છે. એવી જ રીતે ઘરની બહાર નીકળતા તેના પાડોશી, દોસ્તો વગેરે સાથે વાસ્તો પડતો હોય છે, તો તે બધા લોકો સાથે કેવો વર્તણૂક અને વર્તાવ કરવો..? તેઓની સાથે ઉઠવું બેસવું, ખાવું પીવું, હળવું ફરવું કેવું હોવું જોઈએ..? તેઓના અધિકાર અને હક્કો શું છે..? આ વિષે દર્શાવતી અને માર્ગદર્શન આપતી વાતોને માનવતાવાદ કહેવામાં આવે છે.
   હવે માનવતાવાદ વિષે ઈસ્લામી અને પશ્ચિમી દૃષ્ટિકોણ દરમિયાન તફાવત જાણતા પહેલા સૌપ્રથમ આ એક ફરક સમજવો ખૂબ જરૂરી છે કે “ પ્રાપ્ત કરવું ” અને “ આપવું ” આ બન્ને દરમિયાન શું ફરક છે.
● પ્રાપ્ત કરવું :- મતલબ સામેવાળી વ્યક્તિ પાસેથી મેળવવું, માંગવું અને હાસિલ કરવું થાય છે. એટલે કે બીજાની તુલનામાં પોતાને પ્રાથમિકતા આપવી.
● આપવું :- મતલબ સામેવાળી વ્યક્તિ ને અર્પણ કરવું, અને તેને આપવું થાય છે. એટલે કે પોતાની તુલનામાં બીજાને પ્રાથમિક્તા આપવી.
▣ ઈસ્લામી અને પશ્ચિમી દ્રષ્ટિકોણ માં ફરક :-
   પશ્ચિમે માનવતા વિષે જે ખયાલ આપ્યો છે તે પોતાના હક્કો અને અધિકારો બીજા પાસેથી પ્રાપ્ત કરવા તેમજ હાસિલ કરવા ઉપર પ્રોત્સાહિત કરે છે અને તેના ઉપર વધુ જોર આપે છે. જ્યારે કે ઈસ્લામે માનવતા વિષે જે ખયાલ આપ્યો છે તે હક્કો અને અધિકારો બીજાને આપવા ઉપર પ્રોત્સાહિત કરે છે અને તેના ઉપર વધુ જોર આપે છે.
   સારાંશ કે બન્નેનો હેતુ તો માનવતાના રક્ષણનો જ છે પરંતુ એક (પશ્ચિમ) પ્રાપ્તિ અને હાસિલ કરવા ઉપર વધુ જોર આપે છે. જ્યારે કે બીજો (ઈસ્લામ) આપવા અને દેવા ઉપર વધુ જોર આપે છે.
▣ પરિણામ :- બીજા પાસેથી અધિકારો ની પ્રાપ્તિ માનસિકતા ને નકારાત્મક બનાવે છે. કલ્પના કરો કે જો દરેક જ વ્યક્તિ પોતાના હક્કો પ્રાપ્ત કરવાનું વિચારે તો સમાજની દશા શું થશે..? જ્યારે કે હક્કો બીજાને આપવાનો ખયાલ માનસિકતા ને સકારાત્મક બનાવે છે. અને જો દરેક જ વ્યક્તિ બીજાને હક્કો આપવાનું વિચારે તો સમાજ ની પરિસ્થિતિ શું હશે..?
▣ ઉદાહરણ :- દા.ત. પતિ પત્ની કે ઈસ્લામે બન્નેને પોતપોતાના હક્કો બતાવ્યા બાદ બન્નેને આ વાતના પાબંદ બનાવ્યા કે એકબીજાના હક્કો બરાબર અદા કરો, પૂરા કરો.
   ત્યારે બીજી તરફ પશ્ચિમ સ્ત્રીને આ વાત પર પ્રોત્સાહિત કરે છે કે તમે પોતાના પતિ પાસે પોતાના હક્કો માંગો. પરિણામે એક સ્ત્રી પતિની ના-ફરમાની પર ઉતરી આવે છે અને સ્વતંત્રતા, બરાબરી, મેરા જીસ્મ મેરી મરજી જેવી નકારાત્મક વિચારધારાની શિકાર બની જાય છે. જેમાં બે જ વિકલ્પ હોય છે કે કાંતો ઝઘડા સાથે જીંદગી વિતાવો અથવા ડિવોર્સ. આજે મોટાભાગે પતિ-પત્ની દરમિયાન જે અણબનાવ જોવા મળે છે તે વાસ્તવમાં આ જ પશ્ચિમી સંસ્કૃતિને અનુસરવા નું પરિણામ હોય છે.
   તે માટે મુસલમાનો ને નમ્ર વિનંતી છે કે અલ્લાહ તઆલા એ જે શરીયતના રૂપમાં જે પદ્ધતિ આપી છે તેને અનુસરે. ઈન્શા અલ્લાહ સમાજમાં પ્રસરેલ ઘણી પરેશાનીઓ દૂર થઈ જશે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)